સૂર્ય પૂજાનું પર્વ મકરસક્રાન્તી અને ઉત્તરાયણ ખૂબ જ શ્રધ્ધા ઉમંગ ૫ૂર્વક ઉજવવા અને પર્વ નિમિત્તે પરંપરાગત રીતે મનાવાતો પતંગોત્સવને લઈ પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહયો છે.જયારે એક વર્ગ આ પર્વે ખાસ ઉધીયા-જલેબીનો સ્વાદ માણવા આતુર બન્યો છે.ત્યારે જ શાકભાજીમાં ઉંચાકાયેલા ભાવોને લઈ આ વર્ષે ઊંધીયાંના ભાવ ઉંચકાશે એમ મનાઈ રહયું છે.જયારે વટાણા, તુવેર અને ચણાના દાણાની બજારમાં ખૂબ માંગ વર્તાઈ હતી.
ઉત્તરાયણ પર્વે પતંગ ચગાવવાથી માંડી ઉધીયુ,જલેબી,લીલવાની કચોરી અને ફાફડા આરોગવા ઉત્સુક એક વર્ગ ઉત્તરાયણ ની રાહ જોઈ રહયો છે.
પરંતુ ઉત્તરાયણ નજીક આવતાં જ બજારમાં શાકભાજીના ભાવો ઉંચકાયા છે જયારે ઉધીયા માટે જરૃરી એવા વટાણા,તુવેર દાણા અને ચણાના દાણાના ભાવોમાં ૪૦ ટકા નો વધારો નોંધાયો હતો.
મોડાસાના શાકભાજીના હોલસેલ વેપારી પિયુષભાઈ પટેલ ના જણાવ્યા મુજબ ઉત્તરાયણ નજીક આવતાં જ વટાણા,તુવેર દાણાના ભાવોમાં તોતીગ વધારો થયો છે. હાલ ઉધીયા માટેની આ જરૃરી શાકભાજી ની અછત વર્તાઈ રહી છે.
હાલ બજારમાં આવેલા નવા બટાટા ના ભાવોમાં મણે રૃ.૫૦ નો વધારો થવા પામ્યો છે.ઉધીયામાં જરૃરી બટાટા,ટામેટા,શક્કરીયા,રતાળું,સફેદ રવૈયા અને મેથીના ભાવો વધતા આ વર્ષે ઉધીયાના ભાવોમાં વધારો જોવા મળે તો નવાઈ નહી.
વાનગીઓમાં સરેરાશ ૫ થી ૧૦ ટકાનો વધારો વર્તાશે હોટલ એશોશીયેશનના જિલ્લા પ્રમુખ દિલીપભાઈ પટેલના જણાવ્યા મુજબ ઉત્તરાયણ પર્વે શાકભાજીમાં વધારો વર્તાતો હોય છે.જયારે સામાન્ય રીતે તેલ,ઘી સહિત બેશનમાં નોંધાતા વધારાને લઈ ઉધીયાના ભાવ વધતા હોય છે.
પરંતુ આ વર્ષે વધુ વેપાર કરવાની આશા એ વેપારીઓ ભાવ વધારવાના મતમાંથી જેથી સ્વાદ રસીકોને વ્યાજબી ભાવે જ ઉધીયુ,જલેબી,લીલવાની કચેરી અને ફાફડા સહિતની આઈટમો મળી રહેશે.
ચાલુ વર્ષે શુ ભાવે વેચાશે વાનગીઓ ?
સંભવતઃ આ ઉત્તરાયણે સારી કર્વાલીટીનું ઉધીયું પ્રતિ કીલો રૃ.૨૦૦,તેલની જલેબી રૃ.૧૬૦ થી ૧૮૦,ઘીની જલેબી પ્રતિ કીલો રૃ.૩૪૦, જયારે લીલવાની કચોરી પ્રતિ કીલો રૃ.૨૦૦ ના ભાવે મળી રહેશે.એમ ભાવનગરી ફરસાણના વેપારી રાજુભાઈ એ જણાવ્યું હતું.