રાજુલા ગાયત્રી શક્તિપીઠ ખાતે નેત્રનિદાન, હોમીયોપેથી કેમ્પમાં ૩૯૦ દર્દીએ લાભ લીધો

715

રાજુલા એપીએમ ટર્મીન્લસ પીપાવાવ પોર્ટ, સુદર્શન નેત્રાલય અમરેલી અને ગાયત્રી શક્તિપીઠના સહયોગથી વિનામુલ્યે નેત્રનિદાન તેમજ હોમીયોપેથીક કેમ્પ યોજાયો જેમાં કુલ ૩૯૦ દર્દીએ લાભ લીધો જેમાં આંખના ૯૧ દર્દીઓને વિના મુલ્યે ઓપરેશન માટે અમરેલી લઈ જવાયા તેમજ મહાપ્રસાદનું આયોજન થયું હતું.

રાજુલા ગાયત્રી શક્તિપીઠ ખાતે એપીએમ ટર્મીન્લસ પીપાવાવ પોર્ટ અને સુદર્શન નેત્રાલય અમરેલી અને ગાયત્રી શક્તિપીઠ સહયોગથી વિનામુલ્યે નેત્રનિદાન તેમજ હોમીયોપેથીક કેમ્પ યોજાયો જેમાં કુલ ૩૯૦ દર્દીએ લાભ લીધો જેમાં આંખના મોતીયા ૯૧ના દર્દીઓને વિનામુલ્યે ઓપરેશન અને નેત્રમણી બેસાડવા અમરેલી હોસ્પિટલ ખાતે લઈ જવા લાવવાની સેવા બજાવી તેમજ દાંતના ૩ર દર્દીઓની વિનામુલ્યે દવા અને સારવાર અપાઈ તેમજ હોમીયોપેથીકના ૯૧ દર્દીઓને વિનામુલ્યે દવા સહિત સારવાર અપાઈ તેમજ તમામ દર્દીઓને હોસ્પિટલ ખ્યાતનામ ડો. અનંત પરમાર સુદર્શન નેત્રાલય અમરેલીના કિર્તીભાઈ ભટ્ટ સહિત હોસ્પિટલ સ્ટાફ તેમજ હોમીયોપેથીકના ૯૧ દર્દીઓને વિનામુલ્યે દવા સહિત સારવાર અપાઈ તેમજ તમામ દર્દીઓને હોસ્પિટલ ખ્યાતનામ ડો. અનંત પરમાર સુદર્શન નેત્રાલય અમરેલીના કિર્તીભાઈ ભટ્ટ સહિત હોસ્પિટલ સ્ટાફ તેમજ રાજુલાના ડો. નરેશભાઈ હડીયા, ડો.  અશોક ભટ્ટ, ડો. વિશાલ દોષી, તેમજ ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી રમણીકભાઈ ગોરડીયા, ભુપતભાઈ જોષી સેક્રેટરી, જેન્તભાઈ પટેલ, કિશોરભાઈ, હરેશભાઈ, ચંદુભાઈ ડોડીયા, પંડયાભાઈ દેવદાનભાઈ મનાતર, અમરૂભાઈ બારોટની ઉપસ્થિતિમાં ગાયત્રી શક્તિપીઠના સેવાભાવીઓ દ્વારા તમામને મહાપ્રસાદનું આયોજન થયું હતું.

Previous articleગુન્હાઓ બન્યા પછી હરકતમાં આવ્યા કરતા ગુનો બનતો જ અટકાવવો જરૂરી
Next articleસામાજિક વનીકરણ વિભાગ દ્વારા બોટાદ દ્વારા રાણપુરમાં પક્ષી બચાવો અભિયાનનો પ્રારંભ