નાની જાગધાર પ્રાથમિક શાળામાં મારી લાકડી કાર્યક્રમ વાર્ષિકોત્સવ તાલુકા શિક્ષણાધિકારી અને દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલના અધ્યક્ષ સ્થાને ઉજવાયો હતો.શિક્ષક સંઘના હોદ્દેદારો ગામના સરપંચ અને આગેવાનો એસએમસીના સભ્યો અને બહોળી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા અને મારી લાડકી કાર્યક્રમનું નામ રાખવામાં આવ્યું હતું. જેમા શાળાના બાળકોએ સુંદર વેશભુષા સાથે નાટકો અને દિકરી મારો વહાલનો દરિયો જેવા નાટકો ભજવવામાં આવ્યા હતાં. હાજર લોકોમાં થોડીવાર કરૂણાસર દ્રશ્ય જોવા મળેલ. દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલે જણાવ્યું હતું કે દિકરીને વધુને વધુ અભ્યાસ કરાવો દિકરી ત્રણ કુળ તારશે દરેક વાલી પોતાની દીકરીને ગમે તેમ કરીને અભ્યાસ કરાવો અને દિકરી દિકરો સમાન રાખો.