ગુજરાત સરહદે આવેલા નંદુરબાર જિલ્લામાં આવેલા ઘડગાંવ તાલુકાના ભુશ્યા પોઈન્ટમાં નર્મદા નદીમાં બોટ પલટતાં ૩૦ લોકો ડૂબ્યાં હતાં. જેમાંથી ૫ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. જ્યારે પાંચની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે. જેમને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. સાથે જ સરકારી બોટ દ્વારા ડૂબેલાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીના કિનારે વસતાં આદિવાસીઓમાં મકરસંક્રાતિ નિમિતે સ્નાન કરવાની એક પ્રથા હોય છે. આ કિનારાનો લોકો સામે કિનારે જઈને સ્નાન કરે અને સામાના આ કિનારે આવી પૂજા અર્ચના કરી સ્નાન કરે છે. મંગળવારે બોટ સામે કિનારે જતી તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી.
બોટમાં ૩૦થી વધુ લોકો હતાં. પરંતુ બોટ ડૂબી ત્યારે મોટા તરતાં આવડતું તે મોટી ઉંમરના લોકો તરીને સામા કિનારે પહોંચી ગયાં હતાં. જ્યારે તરતાં નહોતું આવડતું તે મૃતકોમાં સૌથી વધુ ૨થી ૪ વર્ષા બાળકો અને એક મહિલાનો સમાવેશ થતો હોવાનું સામે આવ્યું છે. બોટની કેપેસિટી ૧૦ લોકોની હતી. જ્યારે બોટમાં ૩૦થી વધુ લોકોને બેસાડી દેવાતાં બોટ ડૂબી ગઈ હતી.