દામનગર મકરસંક્રાતિના પાવન પર્વે પરમાર્થ પર્વાચક્ર કોઈને કોઈ દાન ધર્મ પરોપકાર કરુણાની શીખ અર્પે છે આજે મકરસંક્રાતિના પાવન પર્વે ભવાની જેમ્સના મનજીભાઈ ધોળકિયા દામનગર શહેરની સરદાર નંદીશાળામાં તેર ગાડી નિરણ સાથે રોકડ સખાવત કરી અબોલ જીવો પર કરુણા વરસાવતા ઉદારદિલ દાતાનું સંસ્થા સંકુલમાં ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું હતું બિન વારસી બળદોની સેવા શ્રુશુતા કરતી સંસ્થામાં આશરો લઈ રહેલ મુક જીવોની સેવાથી ખૂબ ખુશી વ્યક્ત કરી તેર ગાડી નિરણ સાથે રોકડ રકમ આપી મકરસંક્રાતિના પાવન પર્વે પરમાર્થનું સુંદર કાર્ય કરતા મનજીભાઈ ધોળકિયાને સંસ્થા માં સત્કારતા ભગવાનભાઈ નારોલા ગોરધનભાઇ આસોદરિયા રજનીભાઇ ધોળકિયા રણછોડભાઈ બોખા શ્રેણિકભાઈ ડગલી મગનભાઈ નારોલા વિનુભાઈ નારોલા માધવજીભાઈ સુતરિયા રાકેશભાઈ સુતરિયા ધીરૂભાઇ નારોલા અમરશીભાઈ નારોલા ઘનશ્યામભાઈ ધોળકિયા જસાભાઈ હુંમલ વિનુભાઈ નારોલા મનસુખભાઈ નારોલા લાભુભાઈ સિદ્ધપરા સહિત અનેકો સ્વંયમ સેવકો ની સરાહનીય સેવા ઓ ને બિરદાવી હતી.