રણવીર સિંહ અને સારા અલી ખાનની મૂવી સિમ્બા ત્રીજા સપ્તાહે પણ શાનદાર કમાણી કરી રહી છે. મૂવીએ અત્યાર સુધી ભારતીય બજારમાં ૨૨૭.૭૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ૨૮ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ રિલીઝ થયેલ આ ફિલ્મ બ્લોકબોસ્ટર છે. એન્ટરટેનમેન્ટથી ભરપૂર સિમ્બા રોહિત શેટ્ટીની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે ટિ્વટ કરી સિમ્બાના કલેક્શનની જાણકારી આપી છે. સિમ્બા રોહિત શેટ્ટીની ચેન્નાઇ એક્સપ્રેસના લાઇફટાઇમ કલેક્શનને પાર કરી ગઇ છે. ત્રીજા સપ્તાહમાં ફિલ્મે શુક્રવારે ૨.૬૦, શનિવારે ૪.૫૧, રવિવારે ૫.૩૦ અને સોમવારે ૨.૮૬ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
Home Entertainment Bollywood Hollywood સિમ્બાએ તોડ્યો ‘ચેન્નઈ એક્સપ્રેસ’નો રેકોર્ડ, કરી ૨૨૭.૭૧ કરોડની કમાણી