બોલિવુડમાં એક્શન હિરો તરીકેની જોરદાર છાપ ઉભી કરનાર ટાઇગર શ્રોફ હવે ટુંક સમયમાં જ હોલિવુડની ફિલ્મમાં પણ પોતાના એક્શન કરીને તમામ ચાહકોને રોમાંચિત કરનાર છે. તે હોલિવુડ ફિલ્મમાં પોતાના દિલધડક એક્શન સ્ટંટના જલવા દર્શાવનાર છે. હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે હોલિવુડના નિર્માતા લોરેન્સ કૈસાનોફની નજર ટાઇગર શ્રોફ પર પડી છે. તે ટાઇગરથી ખુબ વધારે પ્રભાવિત છે. પોતાની ફિલ્મને નક્કી કરવા માટે તેઓ મુંબઇ પહોંચી ગયા છે. મળેલી માહિતી મુજબ સિદ્ધાર્થ આનંદ દ્વારા બનાવવામાં આવનાર હોલિવુડની એક્શન પિલ્મ રેમ્બોની હિન્દી રીમેકમાં ટાઇગર શ્રોફ કામ કરનાર છે. તે ફિલ્મમાં સિલ્વેસ્ટર સ્ટેલોનની ભુમિકા અદા કરનાર છે. ટાઇગર શ્રોફ અને હોલિવુડના સુપર હિટ મોર્ટલ કોમ્બેટ ફિલ્મના સીરીઝના નિર્માતા વચ્ચે મુંબઇની એક હોટેલમાં વાતચીત થઇ છે. એક મોટા સ્ટુડિયોના હેડ લેરી અને ફિલ્મ બેટમેન સીરિઝના લેખક કેથરીન પણ ટાઇગરને મળવા માટે મુંબઇમાં પહોંચ્યા છે. આનો અર્થ એ થયો કે ટાઇગર શ્રોફ હવે ટુંક સમયમાં જ હોલિવુડની ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. તે હિન્દી ફિલ્મો ઓછી કરે તેવા સંકેત દેખાઇ રહ્યા છે.