બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન આ દિવસોમાં ફિલ્મ ’ઝુંડ’નું શૂટિંગ પૂર્ણ કરી આરામ કરી રહ્યા છે. જેથી તેઓ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. અમિતાભ બચ્ચન એક એવા અભિનેતા છે જે હંમેશાં બ્લોગ લખે છે અને આ બ્લોગ દ્વારા તેઓ પોતાના જીવનને પોતાના ફેન્સ સાથે શેર કરે છે. પરંતુ તાજેતરમાં અમિતાભ બચ્ચનને ’ટમ્બલર’ને છોડી દેવાની ધમકી આપી છે.
નોંધનીય છે કે અમિતાભ બચ્ચન આશરે ૮ વર્ષથી ટમ્બલર પર બ્લોગ લખે છે. પરંતુ તાજેતરમાં જ તેમના બ્લોગને પબ્લીશ કરવાથી ઇન્કાર કરવામાં આવ્યા છે. જેના પછી બીગ બીએ ટમ્બલરને ટ્વીટ કરી લખ્યું હતું કે ટમ્બલરે મારા બ્લોગને પોસ્ટ કરવાથી એમ જણાવી ઇન્કાર કર્યો કે તેમાં કંઇક આપત્તિજનક છે. આ સાથે તેમણે એમ પણ લખ્યું કે બધા જઇને તેમના બ્લોગસ વાંચે અને જણાવે કે તેમના બ્લોગમાં શું આપત્તિજનક છે? ’ઝુંડ’ની શૂટિંગ નાગપુરમાં સમાપ્ત કરી છે. આ ફિલ્મનું નિર્દેશન નાગર્જુન મંજુલે કરી રહ્યા છે.