રાજ્ય સરકાર દ્વારા દર બે વર્ષે યોજાતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નવમી શૃંખલા માટે વાયબ્રન્ટ ગાંધીનગર પુરે પુરૂ સજજ થઈ ગયું છે.
મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯નું ૧૮મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી, રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા દેશ-વિદેશના ડેલીગેટ્સની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવશે ત્યારે મહાત્મા મંદિરને અદ્યતન રોશનીથી સજાવટ કરાઈ છે.
ઉપરાંત દાંડી કુટિર ખાતે પણ મીઠાના ઢગલા પર થ્રીડી પ્રોજેક્શન લેઝર શોનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાન કરશે. તેને પણ અદ્યતન રોશનીથી શણગારવામાં આવ્યું છે.
ઉપરાંત ગાંધીનગરના રાજમાર્ગો, વિધાનસભા ભવન સહિત સરકારી ઈમારતો, સર્કલો તથા અન્ય સ્થળોને પણ રોશનીથી શણગારવામાં આવ્યા છે. આજે વડાપ્રધાન ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરવાના હોઈ, પોલીસ સુરક્ષા સઘન અને ચુસ્ત બનાવવામાં આવી છે.