ઉત્તરાયણ નિમિત્તે રાજુલા ખાતે બુટ-ચંપલનું વિતરણ કરાયું

1035

ઉત્તરાયણ પર્વમાં દાનનું ઘણુ જ મહત્વ રહેલુ છે. દરેક લોકો પોતાની યથા શક્તિ મુજબ દાન-ધર્માદો કરતા જ હોય છે, પરંતુ આ વૃષે ઉત્તરાયણ નિમિત્તે રાજુલા ખાતે અલગ પ્રકારનું દાન કરવામાં આવ્યું હતું. રાજુલા શહેર યુવા ભાજપના મહામંત્રી અને વિવીધ સેવાકિય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સાગર સરવૈયા દ્વારા ૮૦ જેટલા લોકોને બુટ-ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે જેન્તીભાઈ સરવૈયા, રવિ સરવૈયા, જગદિશ પરમાર જોડાયા હતાં.

Previous articleભાવનગર યુનિવર્સિટી કર્મચારી પરિવારની ક્રિકેટ ટુર્નામેન્ટમાં પી.જી.ડીપાર્ટમેન્ટ ચેમ્પિયન
Next articleગારિયાધારમાં વિરમાંધાતાની ભવ્ય શોભાયાત્રા નિકળી : ઠેર-ઠેર સ્વાગત