ગુજરાત અને નેધરલેન્ડ વચ્ચે વિવિધ ૬ MOU કરાયા

1449

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સાથે નેધરલેન્ડના મિનિસ્ટર ઓફ ટેક્ષેશન એન્ડ કસટમ્સ મેન્નો સ્નેલ અને પ્રતિનિધિ મંડળની યોજાયેલી બેઠકમાં ગુજરાત અને નેધર લેન્ડ વચ્ચે વિવિધ ૬ MOU કરવામાં આવ્યા હતા.

તદ્દાનુસાર સોલાર એનર્જીમાં ફ્‌લેક્સિબલ સોલાર પેનલ. ઓફ શોર એન્ડ ઓન શોર વિન્ડ એનર્જી વડોદરા મહાનગર પાલિકા સાથે હાઇ એફિસિયન્સી વેસ્ટ ટુ એનર્જી મેનેજમેન્ટ ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજી પી પી પી મોડલ પર રેડિયો એન્ડ કાર્ડિયોલોજી સેન્ટર તેમજ સેલાઇન ર્ફામિંગના ક્ષેત્રોમાં  MOU થયા હતા.

મુખ્યમંત્રી એ વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાની ભૂમિકા આપતા કહ્યું કે વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના દૃષ્ટિવન્ત આયોજનથી શરૂ થયેલી આ સમ્મિટ આજે ૯મી કડીમાં પહોંચી છે.

નેધરલેન્ડ પોર્ટ ડેવલપમેન્ટમાં પાયોનિયર છે અને ગુજરાત ૧૬૦૦ કિ.મી જેટલો વ્યુહાત્મક દરિયા કિનારો ધરાવે છે, તે સંદર્ભમાં નેધરલેન્ડના સહયોગ અંગે તેમજ ધોલેરામાં વિવિધ માળખાકીય સુવિધામાં પણ સહયોગ અંગે બેઠકમાં વિચાર વિમર્શ થયો હતો.

ગુજરાત અને ભારત સાથે નેધરલેન્ડના દ્વિપક્ષીય સંબંધોના પરિણામે ૪૫ જેટલી ડચ કંપનીઓ કાર્યરત છે. તેની વિગતો પણ નેધરલેન્ડ પ્રતિનિધિ મંડળે આપી હતી. આ બેઠકમાં ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.

Previous articleવાઇબ્રન્ટ સમિટથી ગુજરાતને કોઈ ફાયદો થયો નથી આ માત્ર બ્રાન્ડિંગ શો છેઃ કોંગ્રેસ
Next articleઈઝરાયલના વ્યાપારી પ્રતિનિધિમંડળ સાથે મુખ્યમંત્રીની ફળદાયી બેઠક