શાંતિપુરા સર્કલ પાસે નિતી આયોગના ચેરમેનના કાફલાનો મોટો અકસ્માત

625

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં હાલ ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિર ખાતે નવમી વાઈબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે ત્યારે અમદાવાદ-સાણંદ પાસે આવેલા શાંતિપુરા સર્કલ પાસે નિતી આયોગના ચેરમેનના કાફલાનો મોટો અકસ્માત થવા પામતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી.

એક સાથે બાર જેટલી કાર એકબીજા સાથે ટકરાઈ પડતા ટ્રાફિક પણ ચકકાજામ થઈ જવા પામ્યો હતો. આધારભુત સૂત્રો તરફથી મળતી માહીતી અનુસાર, નિતી આયોગના ચેરમેન  અમિતાભ કાંતની ગાડીઓના કાફલામાં ૧૨ ગાડીઓ એક બીજા સાથે ટકરાઈ પડી હતી. એક પછી એક કાર એક બીજા સાથે ટકરાઈ પડતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જો કે આ ઘટનાને પગલે ટ્રાફિક ચકકાજામ થતા પોલીસે તમામ ગાડીઓ સાઈડ પર મુકાવી દઈને કારમા બેઠેલા લોકોને અન્ય વાહનો દ્વારા રવાના કર્યા હતા.

આ ઘટનાને પગલે કોઈને ઈજા કે જાનહાની થઈ ન હોવાના સમાચાર મળી રહ્યા છે.આ ઘટનામાં પોલીસની ગાડીઓને પણ નુકસાન થવા પામ્યું હતુ. પાયલોટવાનને પણ નુકસાન  થયુ હતુ.

Previous articleવાઈબ્રન્ટના નામે મોદીનો પ્રચાર : નમો મર્ચન્ડાઈઝ, કુર્તા એન્ડ જેકેટના સ્ટૉલ લગાડ્‌યા
Next articleગુજરાતમાં ૧૫૦૦૦ કરોડનુ રોકાણ કરીશુંઃ કુમાર મંગલમ બિરલા