પતંગ લૂંટવા ગયેલા રાણપુરના ચંદરવા ગામના બાળકનો નદીમાંથી મૃતદેહ મળ્યો

1748

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ચંદરવા ગામે તારીખ-૧૪.૧.૨૦૧૯ ના કેતન(ઉર્ફે. ચેતન)કાંતીભાઈ સરવૈયા નો દસ વર્ષનો બાળક ગુમ થયો હતો કાંતીભાઈ ને કેતન એકનો એક દિકરો હોય ગામ લોકો છેલ્લા ચાર દિવસથી રાત દિવસ ગોતી રહ્યા હતા આસપાસની વાડીયુ સહીત અનેક જગ્યાએ શોધખોળ કરી રહ્યા હતા ચાર દીવસ બાદ આજે ચંદરવાની લીલકા નદીના ચેક ડેમ માંથી કેતનનો મૃતદેહ મળી આવતા નાના એવા ચંદરવા ગામમાં શોકનુ મોજુ ફળીવળ્યુ હતુ

આ અંગે મળતી માહીતી મુજબ રાણપુર તાલુકાના ચંદરવા ગામે ગઈ તારીખ-૧૪.૧.૨૦૧૯ ના સવારે કેતન(ઉર્ફે.ચેતન) કાંતીભાઈ સરવૈયા ધાબા ઉપર પતંગ ચગાવતો હતો તે દરમ્યાન પતંગ લુટવા નિચે ઉતરી ગયા બાદ બપોર સુધી ઘરે નહી આવતા બાળકના પિતા કાંતીભાઈ ગોરધરભાઈ સરવૈયા એ શોધખોળ શરૂ કરી હતી આસપાસની વાડી સહીત અનેક જગ્યાએ તપાસ કરતા ક્યાંય પણ કેતન નો પત્તો નહી લાગતા કેતના પિતા એ રાણપુર પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયાની ફરીયાદ નોંધાવવામાં આવી હતી જેની તપાસ બોટાદ ઇન્ચાર્જ સીપીઆઈ જે.વી.રાણા કરી રહ્યા હતા ત્યારે આજે સવારે ૮ વાગ્યાની આસપાસ ચંદરવા ગામે લીલકા નદી ના ચેક ડેમમાં તપાસ કરતા કેતન(ઉર્ફે.ચેતન) કાંતીભાઈ સરવૈયા નો મૃતદેહ મળી આવતા ચંદરવા ગામના  સરપંચ સહીત ગામલોકો લીલકા નદીમાં દોડી ગયા હતા ચંદરવા ગામના તરવૈયા અને પોલીસની મદદથી કેતન નો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને પી.એમ.માટે રાણપુર ના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો આ અંગે વધુ તપાસ બોટાદ ઇન્ચાર્જ સી.પી.આઈ-જે.વી રાણા કરી રહ્યા છે મૃતક કેતન ની ઉંમર દસ વર્ષની હોય કાંતીભાઈ ને આ કેતન એકનો એક દિકરો હોય ચાર દીવસ થી ગુમ થયો હતો કેતનનો પરિવાર અને ગામલોકો ચાર દિવસથી રાત દિવસ આસપાસની વાડીયુ સહીત અનેક જગ્યા એ શોધખોળ કરી રહ્યા હતા અંતે કેતનનો મૃતદેહ ચાર દીવસે લીલકા નદીના ચેક ડેમમાંથી મળતા નાના એવા ચંદરવા ગામમાં શોકનુ મોજુ ફરીવળ્યુ હતુ.

Previous articleસ્વામી વિવેકાનંદને પુષ્પાંજલી કાર્યક્રમ
Next articleરાજુલા તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી આંચકી લેતું ભાજપ