પાકિસ્તાનના પૂર્વ બોલર તનવીર અહેમદે એવું જણાવ્યું મારું માનવું છે કે જો પાકિસ્તાનના પૂર્વ ખેલાડીઓને ક્રિકેટ બોર્ડમાં કામ કરવાની તક મળે તો તેઓ ટોઇલેટમાં પણ કામ કરવા તૈયાર છે.
તનવીર અહેમદે જણાવ્યું કે આ મારો અંગત અભિપ્રાય છે પરંતુ તેમાં ખોટું કંઈ નથી. પાકિસ્તાની ખેલાડીઓને બોર્ડના ટોઇલેટમાં કામ કરવા મળે તો પણ તેઓ રાજીખુશીથી આ કામ કરી લેવા તૈયાર છે. તનવીર અહેમદને વિવાદ સાથે જૂનો નાતો છે.
આ પહેલાં પણ અહેમદ વિરાટ કોહલી પર એક વાંધાજનક ટિપ્પણી કરી હતી ત્યારે ચારેબાજુથી તેની આકરી ટીકા થઈ હતી. પૂર્વ ખેલાડીઓ પરની અહેમદની ટિપ્પણી લોકોને પસંદ પડી નથી. સોશિયલ મીડિયા પર લોકોએ અહેમદની ટિપ્પણીને આકરા શબ્દોમાં વખોડી કાઢી હતી. અને અહેમદને માનસિક રીતે વિકલાંગ જાહેર કર્યો હતો.
લોકોને તેની આ ટિપ્પણી પસંદ આવી નથી. તનવીરે એવું પણ જણાવ્યું કે આ મારી અંગત ટિપ્પણી છે. મેં કોઈનું અંગત નામ લીધું નથી પરંતુ આ મારા સહિત બધા પૂર્વ ખેલાડીઓને લાગુ પડે છે.