K-૯ વજ્ર ટેન્ક મોદીએ રાષ્ટ્રને કરી સમર્પિત

706

સ્વદેશી ટેકનોલોજી ઉપર આધારિત અત્યાધુનિક ટેન્ક વજ્ર શનિવારે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને અર્પણ કરી હતી. ’મેક ઇન ઇન્ડિયા’ હેઠળ આ ટેન્ક સુરત પાસે હજીરામાં ન્શ્‌ માં તૈયાર કરવામાં આવી છે. ટેન્ક રાષ્ટ્રને અર્પણ કર્યા બાદ હજીરા આવેલા વડાપ્રધાને જાતે K-૯ વજ્ર ટેન્કના પ્લાન્ટ(આર્મ્ડ સિસ્ટમ કોમ્પલેક્સ)નું પણ રાષ્ટ્રાર્પણ કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ સુરત હજીરા ખાતે આ ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી હતી ત્યારે તેમની સાથે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન પણ ઉપસ્થિત હતા. વડાપ્રધાન મોદીએ આ ટેન્કના નિર્માણથી સંરક્ષણ બાબતોમાં આત્મનિર્ભર બનવા માટે દેશને ખૂબ મોટી સફળતા મળી હોવાનું જણાવ્યું હતું. ડિફેન્સના નિષ્ણાતો આને ટેન્ક સેલ્ફ પ્રોપેલ્ડ હૉવીટ્‌ઝર ગન કહે છે. બોફોર્સ ટેન્કને પણ આ મેક ઇન ઇન્ડિયા પ્રોજેકટ હેઠળ તૈયાર થયેલી K-૯ વજ્ર ટક્કર મારે એવી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ બોફોર્સને એક્શનમાં આવતા પહેલા પાછળ જતી હતી. જોકે આ પોતે ઓટોમેટિક ટેન્ક છે.  આ ટેન્ક બનાવવા માટે હજીરામાં ફેકટરી નાખવામાં આવી છે. આ તૈયાર થયેલી ટેન્કને સૈન્યને શોપવામાં આવી હતી. સેનાએ આ ટેન્કનું પરીક્ષણ પણ કર્યું છે. કંપની દ્વારા બીજી ૧૦૦ ટેન્ક બનાવીને આપવામાં આવશે.  જોકે હાલ જે ટેન્ક બનાવવામાં આવી છે તે આર્મી પાસે ટેસ્ટિંગમાં મોકલવામાં આવી હતી અને ટેસ્ટિંગમાં પાસ થતા હવે આ ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરવા વડાપ્રધાન મોદી સુરત હજીરા ખાતે આવ્યા હતા. જ્યાં રક્ષા મંત્રી નિર્મલા સીતારમન પણ હાજર રહ્યા હતા.

ન્શ્‌ (ઈન્ડિયા)એ મેક-ઇન ઇન્ડિયા હેઠળ હન્વા ટેક વિન (દક્ષિણ કોરિયા) સાથે કરાર કર્યો છે. જે અનુસાર સુરત હજીરા ખાતે ન્શ્‌ પ્લાન્ટમાં  K-૯ થંડર ’વજ્ર’ આર્ટિલરી સિસ્ટમ્સની ૧૦૦ ટેન્કનું ઉત્પાદન કરવામાં આવશે. એલએન્ડટી ૧૫૫ મીમી / ૫૨ કેલિબર ટ્રેકવાળી સ્વ-સંચાલિત બંદૂક સિસ્ટમ્સને ૪૨ મહિનાની અંદર ભારતીય સેનાને સુપરત કરશે.

Previous articleપ.બંગાળમાં વિપક્ષનું શક્તિપ્રદર્શન-મહારેલી
Next articleહિમાચલ-જમ્મુ કાશ્મીરના વિવિધ ભાગોમાં હિમ વર્ષા