ભારત ઊત્સવ પ્રિય દેશ છે. પરંતુ ઉત્સવના ઉમંગમાં કેટલાંય જીવોને હાનિ પહોંચે છે તે માણસ સાવ ભુલી જાય છે. ઉત્તરાયણના પર્વ બાદ આવી જ દશા થાય છે નિર્દોષ પંખીઓની. બાળકો પંખીઓ પ્રત્યે સંવેદનશીલ બને તે હેતુસર રામપરા પ્રાથમિક શાળાના બાળકોને ઉત્તરાયણના મહત્ત્વની સાથે સાથે એ પણ સમજાવવામાં આવ્યું હતું કે પતંગના નકામા દોરા પંખીઓ માટે ઘાતક પુરવાર થાય છે. આપણી આસપાસ આવું ન બને તે હેતુસર ઉત્તરાયણ બાદ પતંગના તુટી ગયેલા, ગૂંચવાઈ ગયેલા, ફેંકી દીધેલા નકામાં દોરા ગામના દરેક ઘરમાંથી, દરેક ઘરનાં ધાબા પરથી અને ગામની શેરીઓમાંથી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એકત્ર કરવામાં આવ્યા હતાં. જેથી રામપરા ગામમાં કોઈ પંખીને પતંગની દોરીને કારણે નુકસાન ન થાય.
આ સેવાકીય કાર્ય બદલ ચંદુભાઇ ગોહિલ, હંસરામભાઈ સાધુ, અશ્વિન ભાઈ બારૈયા, વિનોદભાઈ મકવાણા,વિનુભાઈ તાવિયા, ગોપાલભાઈ મકવાણા, સોનલબેન ગોબલિયા અને અંજનાબેન સોલંકીએ શાળાનાં વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.