તળાજા તાલુકાનાં પ્રસિધ્ધ ગોપનાથનાં દરિયામાંથી આજે રેલીયા ગામનાં યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જામ થતા પોલીસ કાફલો ઘટનાં સ્થળે દોડી ગયો હતો.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરનાં સમયે ગોપનાથનાં દરિયા કિનારે લાશ હોવાની જાણ થતા લોકોનાં ટોળા એકઠા થયા હતા અને પોલીસને જાણ કરતા દાઠા પો.સ્ટે.નાં પીએસઆઈ ગોહિલ સહિતનો કાફલો ઘટનાં સ્થળે દોડી ગયો હતો અને તપાસ કરતા લાશ રેલીયા ગામનાં હિંમતભાઈ જેરામભાઈ ભીલ ઉ.વ.૪૦ નામનાં યુવાનની હોવાનું ખુલવા પામ્યુ હતું.જાણવા મળ્યા મુજબ દરજી કામ કરતો આ યુવક સવારે ગોપનાથનાં દરિયામાં ફુલ ચડાવવા ગયેલ બાદમાં તેની લાશ મળી આવતા ચકચાર મચેલ પોલીસે જરૂરી કાગળો કરી લાશને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડી હતી.