જાફરાબાદના બાબરકોટ ગામે પેવીંગ બ્લોકનું ખાતમુર્હુત કરાયું

656

અમરેલી જિલ્લાના સૌથી નાની વયના યુવા સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ દ્વારા ૬ મહિનાના ટુંકા સમય ગાળામાં ૧૦માં કામનું ખાતમુર્હુત કરતા ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

બાબરકોટ ગામે લાંબી શેરી વોર્ડ-૧ વિસ્તારમાં આવેલ જાહલ માતાજીના મંદીર, ખોડીયાર માતાજીનું મંદિર તથા રામાપીર મંદિર આ ત્રણેય મંદિરોમાં સરપંચ દ્વારા પૂજા-અર્ચના કરી હતી અને આ ત્રણ ધાર્મિક મંદિરને જોડતા માર્ગમાં દેશની આઝાદી પછી પ્રથમવાર બ્લોક પેવિંગ રોડનું કામ શરૂ કરતા વિસ્તારના લોકો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા.

રોડનું ખાતમુર્હુત દરમ્યાન વોર્ડ નંબર ૧ના સભ્ય બીજલભાઈ ભવાનભાઈ સાંખટ, પ્રવિણભાઈ બાંભણીયા, વિરાભાઈ સાંખટ, પાતાભાઈ વાળા, જયંતિભાઈ શિયાળ, બચુભાઈ સાંખટ વગેરે સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા તેમજ લાંબી શેરી વિસ્તારમાં રહેતા વેલાભાઈ કવાડ, ડાયાભાઈ કવાડ, વાઘાભાઈ સાંખટ, ડાયાભાઈ સાંખટ, છનાભાઈ રામભાઈ સાંખટ, કનુભાઈ સાંખટ તથા શૈલેષભાઈ ઘૂંઘળવા તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત તમામ લોકોના હાથે શ્રીફળ વધેરીને ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

રોડનું ખાતમુર્હુત કરતા યુવા સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ દ્વારા જણાવ્યું હતું કે, લાંબી શેરી વિસ્તારોમાં બ્લોક પેવિંગ રોડનું કામ શરૂ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યો છે કારણ કે આ વિસ્તારમાં રહેતા લોકોનો ખૂબ જ મોટા પ્રમાણમાં સાથ-સહકાર મળી રહ્યો છે અને લોકો પોતાની જાત મહેનતથી પોતાના ઘરની બહાર રહેલી ઓટલીઓ તથા નડતરરૂપ અન્ય દબાણો પોતાની જાતે દુર કરી મદદ કરી રહ્યાં છે. ઉપસરપંચ હેતલબેન પ્રવિણભાઈ બાંભણીયાએ જણાવ્યું હતું કે, અમોએ છેલ્લા ૬ મહિનાના ટુંકા સમયગાળામાં ૧૦ જેટલા વિકાસલક્ષી કામો કરેલા છે તે તમામ કામોનો શ્રેય ગામના તમામ નાગરિકોને આપીએ છીએ. ગામના તમામ લોકોના સાથ-સહયોગથી જ આ ૧૦ જેટલા કામો કરવામાં સફળ રહ્યાં છીએ.

Previous articleતા.૨૧-૦૧-ર૦૧૯ થી ૨૭-૦૧-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય
Next articleલાઠી શહેરમાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં સહાયનું વિતરણ થયું