બોટાદ જિલ્લાના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા નાયબ પોલીસ અધિક્ષક રાજદિપસિંહ એન. નકુમનાઓએ નાસતા ફરતા આરોપી તથા ગુમ બાળકોને શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.સોલંકી તથા પો.સ.ઇ. ડી.વી.ડાંગર તેમજ સ્ટાફના માણસો ભગીરથસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. બળભદ્રસિંહ ગોહિલ પો.કોન્સ. કુલદીપસિંહ ગોહિલ, હરપાલસિંહ ગોહિલ વિગેરે ગુમ બાળકો તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે તપાસમાં હોય તે દરમ્યાન હેડ કોન્સ. બળભદ્રસિંહ ગોહિલ તથા પો.કોન્સ. હરપાલસિંહ ગોહિલ ની સંયુક્ત બાતમી આધારે ગઢડા પો.સ્ટે.ના અપહરણ સહિતના ગુનાનો ફરાર આરોપી અલ્કેશભાઇ હીરકાભાઇ વહોનીયા રહે.ડુંગરા તા.જી.દાહોદ વાળો તથા સગીરવયની ભોગબનનાર શોધી કાઢી ભોગબનનારને તેના માતા પિતાને સોંપી તેમજ આરોપીને ધોરણસરની કાર્યવાહી કરી અટક કરેલ છે.