ભાવનગર ગોહિલવાડી રામી માળી જ્ઞાતિ દ્વારા યુનિ.ના સીડ ફાર્મ મેદાનમાં બે દિવસીય ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનં આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ર૧ સિનીયર તથા ૭ જુનિયર મળી કુલ ર૮ ટીમોએ ભાગ લીધો હતો. રવિવારે સાંજે ટુર્નામેન્ટનો સમાપન સમારોહ યોજાયેલ. જેમાં વિજેતા ટીમ તથા ખેલાડીઓને ટ્રોફી, શિલ્ડ આપવામાં આવેલ. ટુર્નામેન્ટને સફળ બનાવવા ચેતનભાઈ સોરઠીયા, રમેશભાઈ બારડ, મુકેશભાઈ બારડ, ઉત્તમભાઈ કોઈસા, દિપેશભાઈ મકવાણા સહિતે જહેમત ઉઠાવેલ.