શાંતિ, સલામતી અને સદ્દભાવના એ જ ભાજપનો મંત્ર : મોદી

834
guj11122017-8.jpg

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝંઝાવતી ચૂંટણી પ્રચારનો દોર જારી રાખ્યો હતો અને આજે કોંગ્રેસને વધુ ભીંસમાં લેવાના પ્રયાસો કર્યા હતા. બીજા તબક્કાના મતદાન આડે ગણતરી દિવસો છે ત્યારે મોદીએ આજે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે, હાલમાં સસ્પેન્ડ કરવામાં આવેલા મણિશંકર અય્યરના આવાસ ઉપર પાકિસ્તાનના અધિકારીઓ સાથે એક ગુપ્ત બેઠક થઇ હતી જે કલાકો સુધી ચાલી હતી. પાકિસ્તાનની ગુપ્ત એજન્સીઓ શા માટે વારંવાર અહેમદ પટેલને મુખ્યમંત્રી બનાવવા મદદ કરવાનો ભરોસો આપતી રહી છે તેવો પ્રશ્ન મોદીએ કર્યો હતો. મોદીએ આજે ઝંઝાવતી પ્રચાર જારી રાખ્યો હતો. બનાસકાંઠાના પાલનપુર અને સાણંદમાં સભા કરી હતી. આ ઉપરાંત પંચમહાલમાં સભાઓ કરી હતી. રાજયમાં બીજા તબકકા માટેની વિધાનસભાની ચૂંટણી માટે આગામી ગુરુવારના રોજ મતદાન પ્રક્રીયા હાથ ધરવામાં આવનાર છે ત્યારે આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ નજીકના સાણંદ ખાતે જંગી જાહેરસભાને સંબોધવામા આવી હતી આ  અગાઉ પાલનપુર ખાતે ફરી એકવાર તેમણે ઐય્યરને આડે હાથ લેતા કહ્યુ કે,તેમણે પાકિસ્તાનના હાઈકમિશન સાથે મિટીંગ કરી હતી જેમાં મનમોહન પણ હતા જે બેઠકમાં અહેમદ પટેલને સી.એમ.બનાવવા ચર્ચા કરવામાં આવી હતી.આ ઉપરાંત તેમણે સાણંદ ખાતે ે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યુ કે,આજે સાણંદનો વિકાસ  તમામ ઉંચાઈઓને સર કરી ગયો છે આ સાથે જ તેમણે રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરતા કટાક્ષમાં કહ્યુ કે,જે લોકો બટાકા ફેકટરીમાં ઉગાડે તેમને યુરિયાની શું ખબર પડે.આજે સાણંદમાં વડાપ્રધાને કહ્યુ,મને સાણંદના લોકો પાસેથી શીખવાનો મોકો મળ્યો હતો.આજથી ૧૦ વર્ષ પહેલા કોઈએ સાણંદના વિકાસની કલ્પના પણ નહોતી કરી.આજે સાણંદ વિકાસની તમામ ઉંચાઈઓને સર કરી ગયું છે.અહીં ઘણા લોકો મને વ્યકિતગત ઓળખે છે.કોંગ્રેસ ઉપર તેમણે આકરા પ્રહાર કરતા કહ્યુ કે,કોંગ્રેસ ગોલ્ડન કોરિડોરના નામે ચૂંટણી જીતી હતી.ભાજપ સરકારે અંકલેશ્વર અને વાપી સુધી કેમીકલ કંપનીઓ ઉભી કરી.કોંગ્રેસના સમયમાં આ વિસ્તાર પછાત રહી ગયો હતો આજે પ્રગતિ થઈ છે
 તેની તેમના પેટમાં ચૂંક આવે છે.કોંગ્રેસ ઉપર તેમણે આકરા પ્રહાર કરતા કહ્યુ કે,કોંગ્રેસને વિકાસનો વ પણ આવડતો નથી.સાણંદથી મોઢેરા સુધીનો પટ્ટો આજે ઓટોમોબાઈલનું કેન્દ્રબિંદુ બની ગયું છે.કોંગ્રેસના નેતાઓએ ગુજરાતમાં આવતા પહેલા લેશન કરીને આવવું જોઈએ.જેમણે ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવ્યો છે તે ભલુ ન કરી શકે.આજે સાણંદ-વિરમગામ મુખ્ય ધારામાં આવી ગયુ છે.કોંગ્રેસે જાતીવાદના નામે ઝઘડા કરાવ્યા.ભાજપની સરકાર બન્યા બાદ પછી ટ્રેડર કહેવાતુ રાજય આજે મેન્યુફેકચરીંગ હબ બન્યું છે.પહેલા પશુએ પાણી પાસે જવુ પડતુ હતુ આજે પાણી પશુ પાસે જાય છે.અમે ૧૦ ટકા કૃષિ વિકાસ દર કરીને દેશમાં પ્રથમ રહ્યા છીએ. પાલનપુરની સભામાં તેમણે રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરતા કહ્યુ કે,જે લોકો ફેકટરીમાં બટાકા ઉગાડે તેમને યુરિયાની શું ખબર પડે.કોંગ્રેસના સમયમાં યુરિયા ખેડૂતોના નામે બનતુ પણ ફેકટરીઓમાં જતુ હતુ.દેશમાં કોંગ્રેસને સુક્ષ્મદર્શક યંત્રથી શોધો તોય નહીં મળે.તેમણે કહ્યુ કે,મોદી ખુરશી માટે નહીં,હિંદુસ્તાનની ખુશી માટે પેદા થયા છે.બનાસકાંઠાના પાલનપુરની જાહેરસભામા તેમણે ફરી એકવખત કોંગ્રેસમાંથી હાંકી કાઢવામા આવેલા મણિશંકર ઐયરને આડે હાથ લીધા હતા.તેમણે કહ્યુ કે,અય્યરે પોતાના ઘરે પાકિસ્તાનના પૂર્વ જનરલ અરશદ રફીક સાથે બેઠક યોજી અહમદ પટેલને મુખ્યમંત્રી બનાવવાની વાત કરી હતી.મોદીએ કહ્યુ કે,આ મીટીંગમાં મનમોહનસિંહ સહિત અન્ય દિગ્ગજ નેતાઓ હાજર હતા.ગુજરાતનુ અપમાન કરનાર ઐય્યર પાક.હાઈકમીશન સાથે મુલાકાત પાછળનુ કારણ શુ હતુ.પાકિસ્તાનની ગુપ્ત એજન્સીઓ શુ કામ વારંવાર અહમદ પટેલને સી.એમ.બનાવવાનો ભરોસો આપી રહી છે. પાલનપુરની સભા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અવાજ બેસી ગયો હોવાછતાં સભાને સંબોધી હતી.

કોંગ્રેસ જેટલી મજાક ઉડાવશે એટલો જ લોકો ખભે ઉચકશે : pm

રાજયમાં બીજા તબકકાના મતદાન અગાઉ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંચમહાલના કાલોલના બેઢીયા ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે કોંગ્રેસ સામે આક્રમક તેવર અપનાવતા કહ્યુ કે,કોંગ્રેસને જેટલી મારી મજાક ઉડાવવી હોય એટલી ઉડાવે,કોંગ્રેસ જેટલી મારી મજાક ઉડાવશે એટલો લોકો મને ખભે ઉચકશે.વડાપ્રધાન આજે પાલનપુર અને સાણંદની જાહેરસભાને સંબોધન કર્યા બાદ તેઓ કાલોલના બેઢીયા ખાતે પહોંચ્યા હતા.જયાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ કે પંચમહાલે આજે કમાલ કરી દીધી.ગુજરાત વિકાસની નવી ઉંચાઈએ છે
 દેશની  જનતાએ કોંગ્રેસને ઉખાડી ફેંકી દીધી છે.દેશમાંથી કોંગ્રેસ એનાં જ પાપે સાફ થઈ ગઈ છે.કોંગ્રેસ પાર્ટીને ખબર નથી હવે જનતાનો મિજાજ બદલાઈ ગયો છે.પરંતુ કોંગ્રેસ હજુ સુધરવાનુ નામ લેતી નથી.શાંતિ અને સદભાવનાના મિશનથી ગુજરાતને આગળ લઈ જઈશુ.ગુજરાતે દુનિયાને બતાવી દીધુ છે કે અમે એકતા અને વિકાસના માર્ગે ચાલીએ છીએ. અબ્દુલકલામ રાષ્ટ્રપતિ હતા ત્યારે આપણે એમને પાવાગઢ લઈ આવ્યા હતા.૨૪ કલાક વીજળીની જાહેરાત કરી ત્યારે કોંગ્રેસ કહેતી હતી કે,આ શકય નથી.આજે ૨૪ કલાક વીજળી મળતી થઈ ગઈ છે. ૧૦૦૦ દિવસોમાં ૧૮,૦૦૦ ગામોમા વીજળી પહોંચાડવી છે.જો કોંગ્રેસ પાર્ટીને ગરીબોની ચિંતા હોત તો વીજળી પહોચાડી હોત.કોંગ્રેસને જેટલી મારી મજાક ઉડાવવી હોય એટલી ઉડાવે. કોંગ્રેસ જેટલી મારી મજાક ઉડાવશે એટલો લોકો મને ખભે ઉચકશે.કોંગ્રેસે દેશને ગંદકીમા ધકેલ્યો મેં સફાઈ માટે આહ્વાન કર્યુ હતુ.મેં તો ગંદકી માટે સફાઈ અભિયાન કર્યુ અને લોકોએ તો કોંગ્રેસને જ સાફ કરી દીધી. સૂક્ષ્મદર્શક યંત્ર લઈને ફરો તો પણ કોંગ્રેસ મળશે નહીં.કોંગ્રેસે અત્યારથી જ ચૂંટણી હાર્યાના  પછીના નિવેદનો ચાલુ કરી દીધા છે.૧૮ તારીખે કોંગ્રેસ કહેશે કે મણિશંકર ઐયરના નિવેદનને લઈને આપણે હાર્યા છીએ.૧૮ તારીખે કોઈ કોંગ્રેસી નેતા નહીં કહે કે,રાહુલ ગાંધીને લીધે હાર્યા છીએ. પી.એમ.મોદીનો અર્જુન મોઢવાડીયા ઉપર આડકતરો કટાક્ષ જોવા મળ્યો હતો.તેમણે કહ્યુ કે,કોંગ્રેસના એક નેતાએ મતદાનના ૧ કલાક બાદ જ બુમાબુમ કરી હારના ડરથી ઈવીએમ સાથે બ્લુટ્રુથ કનેકેટ હોવાના આક્ષેપો કર્યા છે.ગુજરાતના દરેક પોલિંગબુથમાં કમળ ખીલવુ જોઈએ.દેશમાંથી કોંગ્રેસ એનાં જ પાપે સાફ થઈ છે.

Previous articleમહેનત તેમજ લગનથી ગુજરાતનું નવસર્જન નિશ્ચિત : રાહુલ
Next articleબુલેટ ટ્રેનનો વિરોધ કરનારા લોકો ગાડુ લઈને મુંબઈ જાય : આનંદીબેન પટેલ