હાલેપને હરાવી સેરેના ક્વાર્ટર ફાઇનલમાં

831

ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. વર્લ્ડ નંબર-૧૬ સેરેનાએ વિશ્વની નંબર એક ખેલાડી રોમાનિયાની સિમોના હાલેપને ૬-૧, ૪-૬, ૬-૪થી પરાજય આપ્યો હતો. તેણે આ ટૂર્નામેન્ટમાં ૧૨મી વખત અને કુલ ૫૦મી વખત કોઈપણ ગ્રાન્ડસ્લેમના અંતિમ-૮માં જગ્યા બનાવી છે. તો જાપાનની નાઓમી ઓસાકાએ પ્રથમવાર અંતિમ-૮માં સ્થાન મેળવ્યું છે. તેણે લાતવિયાની અનસ્તાસિયા સેવસ્તોવાને હરાવી હતી. વિશ્વના ચોથા નંબરની ખેલાડી ઓસાકાએ ૧૨મો રેન્ક ધરાવનાર સેવસ્તોવાને ૪-૬ ૬-૩ ૬-૪થી પરાજય આપ્યો હતો. ક્વાર્ટરફાઇનલમાં તેનો સામનો યૂક્રેનની એલિના સ્વિતોલિયા સામે થશે.

તો પુરૂષ સિંગલ્સમાં જર્મનીના એલેક્જેન્ડર જ્વેરેવ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં અપસેટનો શિકાર બન્યો હતો. ચોથી વરીયતા પ્રાપ્ત જ્વેરેવને કેનેડાના મિલોસ રાઓનિકે ત્રણ સેટોમાં હરાવી દીધો હતો. ૧૬મી વરીયતા પ્રાપ્ત રાઓનિકે આ મુકાબલો ૬-૧ ૬-૧ ૭-૬(૫)થી જીત્યો હતો.

જ્વેરેવ હારવાથી ટોપ-૫માં બે ખેલાડી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. આ પહેલા ત્રીજી વરીયતા પ્રાપ્ત રોજર ફેડરરે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. વિશ્વનો નંબર-૧ સર્બિયાનો નોવાક જોકોવિચ અને નંબર બે સ્પેનનો રાફેલ નડાલ ટાઇટલની રેસમાં છે. તો ૫માં નંબરનો જુઆન માર્ટિન ડેલ પોત્રો ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમી રહ્યો નથી.

જીત બાદ ઓસાકાએ કહ્યું, રોજર ફેડરર વિરુદ્ધ સ્ટોફાનોસ સિતસિપાસ (૨૦ વર્ષ) અને બુલ્ગારિયાના ગ્રિગોર દિમીત્રોવ વિરુદ્ધ અમેરિકાના ફ્રાંસિસ ટાઇફોએ (૨૧) જેવા યુવાનોની જીતથી પ્રભાવિત થઈ. તેનાથી તેને સારૂ પ્રદર્શન કરવાની પ્રેરણા મળી હતી.

Previous articleઈન્ડોનેશિયા માસ્ટર્સમાં રમશે સિંધુ, શ્રીકાંત અને સાઇના
Next articleદહેગામ-નરોડા હાઇવે પર કાર અને બાઇક અથડાતા આધેડનું મોત