છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ઝ્રસ્ બદલવાની અને નવા ઝ્રસ્ બનવાની અટકળો ચાલી રહી છે. ત્યારે કેન્દ્રીયમંત્રી રૂપાલાના જવાબથી આ અટકળોને વેગ મળ્યો છે. ઝ્રસ્ તરીકે રૂપાલાના નામની ચર્ચા પર રૂપાલાએ પ્રતિભાવ આપ્યો છે. વાયબ્રંટ સમિટ દરમિયાન રૂપાલાએ પત્રકારોને નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે, પ્રભુ તમારી ખુબ ખુબ શુભેચ્છાઓ.
તેથી ઝ્રસ્ બદલવાની અટકળોનુ ખંડન કરવાને બદલે રૂપાલાનો ગર્ભિત ઈશારો છે. આથી રૂપાલાને ઝ્રસ્ બનવાની ઈચ્છા બહાર આવી છે જોકે અગાઉ પણ સોશિયલ મીડિયામાં પણ આ પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે પુરુષોત્તમ રૂપાલાને સીએમ બનાવવાની અટકળો ચાલતા ભાજપની છાવણીમાં જ નહીં પરંતુ ગુજરાતભરમાં મોટાપાયે ચર્ચા ચાલી છે કે શું આ સાચું છે? લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં નવા ઝ્રસ્ આવશે કે કેમ?