ધનિક દિવસેને દિવસે થઈ રહ્યો છે ધનવાન, આ વાતને આપણે હંમેશા સાંભળતા આવ્યા છીએ. કેટલાક રિપોર્ટની વાત કરીએતો આ વાત સાબીત થઈ રહી છે. એક રિપોર્ટમાં સામે આવ્યુ છે કે ભારતમાં હાલમાં ઉપસ્થિત કરોડપતિઓની સંપત્તિમાં ૨૦૧૮માં રોજના ૨૨૦૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે. દેશની જનસંખ્યાના ૧ ટકા લોકોની સંપત્તિમાં ગયા વર્ષે ૩૯ ટકાનો વધારો થયો છે.
વૈશ્વિક સ્તરે જોવા જઈએ તો દુનિયાના કરોડપતિઓની સંપત્તિઓમાં પ્રતિ દીન ૧૨ ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે દુનિયાભરમાં હાજર ગરીબ લોકોની સંપત્તિમાં ૧૧ ટકાનો ઘટાડો થયો છે. દેશના સૌથી વધારે અમીરની સંખ્યામાં ૯ લોકોનો સમાવેશ થાય છે. જેમની કુલસંપત્તિ જનસંખ્યાના ૫૦ ટકાથી વધારે લોકો પાસે હોય તેટલી છે.
વર્ષ ૨૦૧૮માં ભારતમાં કરોડપતિઓની સંપત્તિમાં દૈનિક ૨૨૦૦ કરોડનો વધારો જોવામાં આવ્યો હતો.ર્ ંટકટ્ઠદ્બના રિપોર્ટમાં સામે આવ્યું છે કે દેશના એક ટકા અમીરોની સંપત્તિમાં વર્ષ ૨૦૧૮માં ૩૯ ટકાનો વધારો થયો હતો. જ્યારે દેશના સૌથી ગરીબ માનવામાં આવતા લોકોની સંપત્તિમાં ફક્ત ત્રણ ટકાનો વધારો થયો હતો. આ અભ્યાસ પ્રમાણે, ભારતમાં ૯ અમીરો પાસે દેશની અડધી સંપત્તિ છે. જ્યારે આશરે દેશની ૬૦ ટકા વસ્તી પાસે ફક્ત ૪.૮ સંપત્તિ રહેલી છે. વૈશ્વિક સ્તરે ૨૦૧૮માં કરોડપતિઓની સંપત્તિમાં ૧૨ ટકાનો વધારો જોવામાં આવ્યો હતો. જ્યારે સૌથી ગરીબ માનવામાં આવતા લોકોની સંપત્તિમાં ૧૧ ટકાનો ઘટાડો થયો હતો. દાવોસમાં આયોજિત થનારા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ પહેલાર્ ંટકટ્ઠદ્બ તરફથી આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
દુનિયામાં લગભગ ૨૬ લોકો એવા છે કે જેમની પાસે ૩.૮ બિલિયન લોકોથી પણ વધારે સંપત્તિ છે. ગયા વર્ષે આ આંકડો ૪૪ હતો. ઉદાહરણ તરીકે જોઈએ તો એમેઝોનના ફાઉન્ડર ત્નીકક મ્ીર્ડજ પાસે હાલ ૧૧૨ બિલિયન ડૉલરની સંપત્તિ છે, જે એક ઈથોપિયા દેશની કુલ હેલ્થ બજેટની જેટલી છે. જ્યાં જનસંખ્યા ૧૧૫ મિલિયન છે.
ભારતની વાત કરીએતો ૧૦ ટકા લોકોની પાસે દેશની કુલ ૭૭.૪ ટકા સંપત્તિ છે, જેમાં ૫૧.૫૩ ટકા સંપત્તિ છે. જ્યારે ૬૦ ટકા લોકો પાસે ફક્ત ૪.૮ ટકા સંપત્તિ છે.