અ.ભા. ક્ષત્રિય મહાસભા ગુજરાતમાં ગોહિલવાડના પ્રતિનિધિ તરીકે પચ્છેગામના ધર્મેન્દ્રસિંહની વરણી

1281

અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા દિલ્હીના અધ્યક્ષ દિનેશ પ્રતાપસિંહ તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોવુભા જાડેજા દ્વારા અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભામાં ગોહિલવાડના પ્રતિનિધિ તરીકે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પચ્છેગામના વતની ધર્મેન્દ્રસિંહ ગગુભા ગોહિલની વરણી કરવામાં આવી છે.

ધર્મેન્દ્રસિંહ ગગુભા ગોહિલ ગોહિલવાડ રાજપૂત સમાજની કારોબારીમાં આમંત્રિત મેમ્બર, માજીરાજબા સ્મારક રાજપૂત વિધવા સહાયક ફુંડ, મનહરકુંવરબા રાજપૂત વિદ્યા સંકુલ, રાજપૂત પાઈફંડ સોસાયટી, ભાવનગર ગરાસીયા સમાજ, વલ્લભીપુર તાલુકા રાજપૂત સમાજ તથા બાકુંવરબા રાજપૂત છાત્રાલય વલ્લભીપુરના અગ્રણી અને દાતા છે. સહકારી અને પંચાયતી ક્ષેત્રના અગ્રણી ખેતી, વેપાર સાથે સફળતાથી સમાજ સેવા નિઃસ્વાર્થભાવે કરતા ધર્મેન્દ્રસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશના સંગઠનની પ્રવૃત્તિ સુદ્રઢ બનાવવા માટે સૌરાષ્ટ્ર અને ગોહિલવાડના પ્રતિનિધિ તરીકે મહાસભા દ્વારા વરણી થતા ખૂબ ખૂબ અભિનંદન રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ક્ષત્રિય એકતાના ભગીરથ કાર્ય અને ક્ષત્રિય ગૌરવ વધારો તેવી ગોહિલવાડ રાજપૂત સમાજની મળેલ કારોબારીમાં ધર્મેન્દ્રસિંહને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાજુલામાં ફરજ બજાવી ગયેલા પોરબંદરના પીએસઆઈનું મોત