પાલીતાણા આર.એમ.ડી હોસ્પિટલ દ્વારા પાલીતાણાના કિડનીની બીમારી વાળા દર્દીઓને ડાયાલીસીસ ફ્રી મા કરી આપવામાં આવશે. પાલીતાણા ગીરીવિહાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત આર.એમ.ડી. હોસ્પિટલ જયા રીહેબીલીટેશન દ્વારા પાલીતાણા તાલુકાના લોકો ને જેમને કીડની ની બીમારી હોય અને ભાવનગર અને અમદાવાદ જતા હોય જ્યાં ખુબ ખર્ચો થતો હોય છે ત્યારે પાલીતાણા આર.એમ.ડી. હોસ્પિટલમા આજથી ફ્રી મા ડાયાલીસીસ શરુ કરવામાં આવ્યું છે આર.એમ.ડી. હોસ્પિટલ મા ૨ બેડ ફ્રી મા મુકવામાં આવ્યા છે અને પાલીતાણા તાલુકાના ડાયાલીસીસ કરાવતા દર્દીઓને ફ્રીમાં લાભ લેવા પાલીતાણા આર.એમ.ડી.હોસ્પિટલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે