હાર્દિક પંડ્યા વિવાદ પર બોલ્યો કરણ જોહરઃ ’શોની ટીઆરપી વધી ગઈ’

749

કોફી વિથ કરણમાં પોતાની વાતોને કારણે ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ વિવાદોમાં ફસાઇ ગયો હતો. આપત્તિજનક વાતોને કારણે હાર્દિક પંડ્યા ન માત્ર ટ્રોલ થયો પરંતુ મામલો બીસીસીઆઈ સુધી પહોંચી ગયો અને બોર્ડે તેના પર કાર્યવાહી કરી હતી. દરેક તરફ વિવાદની ચર્ચા થઈ રહી હતી પરંતુ હવે પ્રથમવાર શોના હોસ્ટ કરણ જોહરે આ વિવાદ પર ટિપ્પણી કરી છે. એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં કરણે કહ્યું કે, આ મામલા માટે તે પોતે જવાબદાર છે. કરણે કહ્યું, મારે કહેવું છે કે હું આ માટે ખુદ જવાબદાર છું. તે મારૂ પ્લેટફોર્મ હતું અને તે મારા ગેસ્ટ હતા. શોને કારણે થયેલી તમામ મુશ્કેલી અને વિવાદોને કારણે હું જવાબદાર છું. હું ઘણી રાતો સુધી જાગતો રહ્યો અને વિચારતો રહ્યો કે આ નુકસાનની ભરપાઇ કઈ રીતે કરવામાં આવે. મને કોણ સાંભળશે. આ બધુ મારા કંટ્રોલથી બહાર જતું રહ્યું છે.

Previous articleપરપ્રાંતીયોને ભગાડવાના મુદ્દે રૂપાણી અને અલ્પેશ ઠાકોર સામે ફરિયાદ
Next articleશકીલા પર ફિલ્મને લઇને હાલમાં સસ્પેન્સ અકબંધ