ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ૧૮મી ફેબ્રુઆરીએ સોમવાર થી શરૂ થશે. લોકસભાની ચૂંટણી હોવાને કારણે આ વખતે પૂર્ણ સમયનું બજેટ રજૂ કરવામાં નહીં આવે, પરંતુ વચગાળાનું બજેટ મુકાશે.
નાણા મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરશે. વચગાળાના બજેટ પ્રથમ ચાર મહિના માટેનું હશે. લોકસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ ફરીથી બજેટ સત્ર મળશે, જેમાં બાકી રહેલા આઠ મહિનાનું બજેટ રજૂ કરાશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની કેબિનેટની બેઠકમાં વિધાનસભાના સત્રની તારીખ અંગે ચર્ચા-વિચારણા કર્યા બાદ ૧૮મી ફેબ્રુઆરીથી ટૂંકુ બજેટ સત્ર બોલાવવાનો નિર્ણય કરાયો છે.
નાયબ મુખ્યમંત્રી દ્વારા આજે બપોર પછી આ અંગેનો સમગ્ર કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરાશે.