સરકાર દ્વારા બેટી બચાવો. બેટી પઢાવોની સુફીયાણી વાતો કરવામાં આવી રહી છે પરંતુ છજીછઇના રિપોર્ટે સરકારની પોલ ખોલી છે. રાજ્યમાં ૧૪ થી ૧૬ વર્ષની ૨૫ ટકા દિકરીઓ શિક્ષણથી વંચિત હોવાનુ એસરના રિપોર્ટમાં સામે આવ્યુ છે. એસર દ્વારા શિક્ષણને લઇને દરવર્ષે સર્વે કરવામાં આવે છે ત્યારે આ વર્ષે કરવામા આવેલા સર્વેમાં ગુજરાત સરકારની પોલ ખુલી ગઇ છે. સમગ્ર દેશમાં ૧૪ થી ૧૬ વર્ષની ૧૩ ટકા દિકરીઓ શિક્ષણથી વંચિત છે ત્યારે રાજ્યમાં આ આંકડો ૨૫ ટકાને પાર કરી ગયો છે.
સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત અને અન્ય ઉત્સવોમાં કરોડો રૂપિયાનો ઘુમાડો કરવામાં આવે છે ત્યારે દિકરીઓને શિક્ષણ આપવામાં સરકાર ઉણી ઉતરી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે શિક્ષણમાં બિહાર, છત્તીષગઢ, ઝારખંડ જેવા રાજ્યો આગળ છે ત્યારે વિદ્યાર્થીનીઓના હિતમાં સરકારે પગલા લેવા જોઇએ.