રાજુલાની સરકારી હોસ્પિટલમાં ડોકટરોની ભરતી કરવા રજુઆત

630

રાજુલાના પુર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી તેમજ રાજુલા યાર્ડ ટીંબી યાર્ડના ચેતનભાઈ શિયાળ જીગ્નેશભાઈ પટેલ દ્વારા સરકારમાં રજુઆત કરતા જણાવ્ય્‌ હતું કે હાલમાં બનેલા ટ્રોમા સેન્ટર કાર્યરત છે. જેમાં બ્લડ સ્ટોરેજ ચાલુ થયું છે. એસક-રે લેબોરેટરી તેમજ કાયમીના અસંખ્ય દર્દીઓના ઓપીડીમાં સારવાર થઈ રહી છે. પણ હજુ ૪ જેટલા ડોકટરો ઘટે છે. જેથી સારવારમાં યોગ્ય ડોકટરોની ઉપલબ્ધી રહી શકે આથી ૪ ડોક્ટરોની નિમણું કરવા સરકારમાં રજુઆત કરાઈ છે. જેથી આ હોસ્પિટલ વધુ ધમધમતી થઈ શકે. આ ઉપરાંત હોસ્પિટલ સંબંધિત વિવિધ રજુઆતો  કરવામાં આવી છે.

આ બાબતે હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં કઈ પણ પ્રશ્ન થાય તો અમારા કાર્યાલયેથી આખી ટીમ ઉભી કરવામાં આવી છે. દિવસ દરમિયાન ઉપરાંત રાતે પણ કઈ કામ અટકે સિવિલ હોસ્પિટલમાં તો ફોન કરી જાણ કરવા અનુરોધ કરાયો છે.

Previous articleરાજુલ ખાતે ર૬મીએ રકતદાન કેમ્પનું આયોજન
Next articleમહાવીરભાઈ ડાંગરની માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી તરીકે નિયુક્તિ