ભાવનગર રેન્જ આઇ.જી.પી. નરસિંમ્હા કોમાર ની સુચના અને માર્ગદર્શન મુજબ આર.આર.સેલ ભાવનગર ટીમને મળેલ બાતમી આધારે બોટાદ જીલ્લા ના રાણપુર પોલીસ સ્ટેશનના મારમારીમાં ગુન્હા કામનો નાસતો ફરતો આરોપી દાનાભાઇ ઉર્ફે દિનેશ ઉર્ફે કાઠીયાવાડી શામજીભાઈ રાધાણી જાતે કોળી રહે. નીંગાળા ગામ તા.ગઢડા જી. બોટાદ વાળો હાલ અમદાવાદ, હાથીસણ ગામ મુખ્યમંત્રી આવાસ યોજના મકાન નંબર ક્યું-૫૦૮ જી.અમદાવાદ વાળો ગુન્હો કર્યા બાદ છેલ્લા પાંચ વર્ષ થી નાસતો ફરતો હોઇ જેને અમદાવાદ ગીતામંદીર વિસ્તારમાંથી પકડી પાડી સી.આર.પી.સી. કલમ- ૪૧(૧) આઇ મુજબ ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરી રાણપુર પોલીસ સ્ટેશન માં સોપી આપવામાં આવેલ છે.