ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો આજરોજ તળાજા પો.સ્ટે. વિસ્તાર માં નાસતાં ફરતાં આરોપીઓની તપાસ અંગે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન વેળાવદર ગામનાં પાટીયાં પાસે આવતાં હેડ કોન્સ. દિલુભાઇ આહિરને બાતમીરાહે હકિકત મળેલ કે, તળાજા પો.સ્ટે. ના બાળાના અપહરણ સહિતના ગુન્હા નાં કામે નાસતો ફરતો આરોપી લખમણ ભટુરભાઇ ડોડીયા વેળાવદર ગામનાં પાટીયાં પાસે રોડ ઉપર ઉભો છે. જેથી બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં આરોપી લખમણ ભટુરભાઇ ડોડીયા ઉ.વ.૨૨ રહે.નવી ગોરખી તા.તળાજા જી.ભાવનગરવાળા હાજર મળી આવેલ.જેથી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને તળાજા પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં દિલુભાઇ આહિર, રાજપાલસિંહ સરવૈયા, ચિંતનભાઇ મકવાણા, શક્તિસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.