સની લીઓનીએ રિસન્ટલી ઋષિ કપૂર અને સની સિંઘ સ્ટારર ‘જૂઠા કહીં કા’ના સ્પેશિયલ-અપીયરન્સ સોંગ માટે શૂટિંગ કર્યું હતું. આ એક્ટ્રેસ આ સોંગમાં મત્સ્યકન્યા તરીકે જોવા મળશે. છેલ્લે ‘રાગિણી એમએમએસ’માં ચાર બોટલ વોડકા માટે સાથે કામ કરનારા હની સિંઘ અને સની આ સોંગ માટે ફરી સાથે આવ્યા હતા. તેમણે થાઇલેન્ડમાં એના માટે શૂટિંગ કર્યું હતું. આ ફિલ્મ સાથે સંકળાયેલા એક સોર્સે અમને જણાવ્યું હતું કે, આ સોંગ પોપ્યુલર નર્સરી રાઇમ મછલી જલ કી રાની હૈ પર આધારિત છે. ટ્યૂન અને થીમને ધ્યાનમાં રાખીને સની માટે સ્પેશિયલી મત્સ્યકન્યાનો કોશ્ચ્યૂમ તૈયાર કરવામાં આવ્યો હતો.