સાઉથ આફ્રિકામાં હાલ આફ્રિકા-પાકિસ્તાન વચ્ચે વનડે સીરિઝ ચાલી રહી છે. ડરબનમાં આ શ્રેણીની બીજી વન-ડે મેચમાં સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને ૫ વિકેટે માત આપી મેચ જીતી લીધી હતી. આ સાથે જ બન્ને ટીમ ૧-૧થી બરાબરી પર પહોંચી ગઇ છે. જો કે આ મેચ દરિયાન એક એવી ઘટના બની હતી કે જેણે દેશ અને દુનિયા ભરના લોકોનું ધ્યાન પોતાના તરફ ખેચ્યું છે. પાકિસ્તાનના વિકેટ કીપર સરફરાઝ એહમદે મેચ દરમિયાન સાઉથ આફ્રિકાના ક્રિકેટર એન્ડાઇલ પહેલુક્વાયો વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી.
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે સરફરાઝ અહમદની વંશીય કોમેન્ટની નિંદા કરી છે. પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મંગળવારે ડરબનમાં રમાયેલી બીજી વનડે મેચમાં એન્ડીલે ફેહલુક્વાયો પર વંશીય કોમેન્ટ કરી હતી.