ડમ્પર અને ટ્રેક્ટર પર રાત્રિ પ્રતિબંધ, કાયદો તોડનારને ૩ માસની જેલ, દંડની સજા 

823

સાબરમતી સહિત જિલ્લામાંથી પસાર થતી નદીના પટમાંથી રેતીનું ખનન થાય છે, તેમાં ગેરકાયદે ખનનની માત્રા ઓછી નથી. અગાઉ સૂર્યાસ્તથી સૂર્યોદય દરમિયાન પ્રતિબંધ મુકાયો હતો.

રાત્રે રેતી ભરીને રસ્તા પર કબ્જો જમાવીને ફરતા તોસ્તાન વાહનો સતત અકસ્માતો સર્જતા હોવાની મળેલી ફરિયાદથી કલેક્ટર એસ કે લાંગા દ્વારા રાત્રી દરમિયાન રેતીના વહન પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાતા તેનો અમલ કરી દેવાયો છે.

આ અંગે કલેક્ટરે જણાવ્યું કે ૨૩મી માર્ચ સુધી સાંજે ૭ થી સવારે ૬ સુધી જિલ્લામાં રેતી ભરેલા ડમ્પર, ટ્રક કે ટ્રેક્ટર સહિતના વાહનો ચલાવવા પર ગુજરાત માઇન્સ એન્ડ મીનરલ્સ એક્ટ અન્વયે પ્રતિબંધ મૂકાયો છે.

પ્રતિબંધ સમય દરમિયાન રેતીનું વહન કરનાર વાહન, વાહતુક, સ્ટોક રાખનાર અને લીઝધારકને સામે કાર્યવાહી થઇ શકશે. જાહેરનામાના ભંગ કરનાર કે કરાવનારને કસૂરવાનોને ગુજરાત પોલીસ અધિનિયની કલમ ૧૩૧ (૨) હેઠળ ૩ માસની જેલની સજા અને દંડ બને થઇ શકે છે.

જિલ્લામાં ફરજ બજાવતા પીએસઆઈ અને તેનાથી ઉપરના તમામ અધિકારીઓને કાયદો તોડનારા સામે કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધવા માટે અધિકૃત કરાયા છે.

Previous articleબે વર્ષ અગાઉ થયેલી હત્યામાં આરોપીને દસ વર્ષની કેદ
Next articleપ્રજાસત્તાક પર્વની તડામાર તૈયારીઓ  રામકથા મેદાનમાં રિહર્સલ કરાયું