ગાંધીનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગાંધીનગર ખાતે થનાર છે. રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાકદિનની ઉજવણીનું રિહર્સલ આજરોજ ગાંધીનગરના જિલ્લા કલેકટર એસ.કે.લાંગાની ઉપસ્થિતમાં યોજાયું હતું. કલેકટર એસ.કે.લાંગાએ બાળકો દ્વારા રજૂ કરવામાં આવનાર તમામ સાંસ્કૃતિક કૃતિઓને નિહાળી હતી. તે ઉપરાંત રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં કરવામાં આવેલી પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનોની બેઠક વ્યવસ્થા, પાણી જેવી અનેક બાબતોનું બારીકાઇથી નિરીક્ષણ કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર એચ.એમ.જાડેજા, પ્રાંત અધિકારી ઋતુરાજ દેસાઇ જિલ્લાના અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.