શંકર ચૌધરીએ અલ્પેશ ઠાકોરને આવકારી ભેટતાં રાજકીય વાતાવરણ ગરમાયું

742

ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ભાજપના નેતા શંકરભાઇ ચૌધરી અને કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની ગુરુવારે ઠાકોર સેનાની એકતા યાત્રામાં ઉમળકાભેર હસ્તધુનનથી રાજકારણ ગરમાયું છે.

આકસ્મિક મુલાકાત દરમ્યાન હાથ મિલાવી સાથે ફોટા પડાવતા અલ્પેશના સમર્થકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. ભાભર તાલુકાના પાલડી ગામના પાટિયા પાસે પહોંચેલી એકતા યાત્રા સમયે શંકરભાઇ ચૌધરી ત્યાં પહોંચી કાર માંથી ઉતર્યાને અલ્પેશ દોડતાં જ તેમને હરખથી મળ્યાબન્ને એકબીજા સાથે ઉમળકાભેર આનંદ ખુશીથી મળતા છેલ્લા કેટલાય સમયથી ચાલતી રાજકીય અટકળોને જાણે પુષ્ટિ મળી ગઈ હોય તેમ જોવા મળ્યું હતું. શંકરભાઇ સાથેની મુલાકાત દરમ્યાન અલ્પેશ ઠાકોર ખિલખિલાટ નજરે પડયો હતો.

છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર શંકરભાઇ ચૌધરી સાથે અંદરખાને સારા સંબંધો ધરાવતા હોવાની ચર્ચા થતી હતી. શંકરભાઇ ચૌધરીની કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાથેની સામે ચાલી કરેલી મુલાકાત થી રાજકીય અટકળો તેજ બની છે. ભાજપ સાથે આંતરિક જોડાણની ચર્ચાઓને લઈ સરકાર વિરુદ્ધ બાંયો ચડાવી કોઈ ને કોઈ મુદ્દે બોલતા અલ્પેશ ઠાકોર છેલ્લા કેટલાય સમયથી ભાજપની વિરુદ્ધ બોલતા નથી. કદાચ ભાજપ સાથે શરતી જોડાણ કરશે,તેવી રાજકીય અટકળોને લઈ ગરમાવો હાલ ગરમાવો પ્રસરી રહ્યો છે.

Previous articleપ્રજાસત્તાક પર્વની તડામાર તૈયારીઓ  રામકથા મેદાનમાં રિહર્સલ કરાયું
Next articleહાર્દિક પટેલને મહેસાણા પ્રવેશવા ન દેવા માટે સરકારની રજૂઆત