ગંદકીનું બાસ્કેટ એટલે આપણું પેટ

1563

ચોખ્ખાઈ આપણે ઘરમાં, ઓફિસમાં અને હિસાબમાં હંમેશા રાખતા હોઈએ છીએ જેથી કરીને ઘર આપણું સુંદર લાગે ઓફિસમાં આપણી સારી છાપ બને અને હિસાબમાં પરફેક્ટ રહે જેથી કરીને આપણને ધંધાદારીમાં નુકશાન ન જાય. ઘર,ઓફિસ અને ધંધામાં ચોખ્ખાઈ રાખવી તે એક સફળ, સમજુ અને શાણા માણસની નિશાની છે અને તે હંમેશા રાખવીજ જોઈએ પરંતુ શું આપણે આપણા શરીરને ચોખ્ખું રાખીએ છીએ ખરા ? વિચારશો તો પણ જવાબ ના જ અવાનો છે કેમ કે આપણે જેટલી કદર પૈસા અને પગારની રાખીએ છીએ તેટલીજ કદર આપણે આપણા શરીરની નથી રાખતા. એક સંશોધન પ્રમાણે નવજાત શિશુ જે કોઈ પણ ખોડખાપણ પગાર જન્મ લે છે તેના શરીરના દરેક અંગોનું મૂલ્યાંકન કરવામાં આવે તો તેની કીમાર કરોડોમાં થાય છે પરંતુ જેમ જેમ તે બાળક મોટું થાય છે તેમ તેમ તેના શરીરની કિંમત ઘટતી જાય છે કેમ કે તે પોતાના શરીરની ખેવના નથી કરતુ. ગંદકી આપણને પસંદ નથી પરંતુ તે ફક્ત બહાર આપણા શરીરની અંદર અસંખ્ય પ્રમાણમાં ગાંદકી ભરેલ છે તેનો આપણને અંદાજ નથી. વિશ્વાસ ન આવતો હોય તો ક્યારેક પોતાનો પસીનાની ગંધ સૂંઘી જોજો અથવાતો તમારા શરીર પાર ફોડલા પડ્યા હોય અને તેમાંથી જે પરુ નીકળે તેને જોજો પછી તમને ખબર પડી જશે કે કેટલું દુર્ગંધ અને બીમારીથી ભરેલું છે આપણું શરીર. શરીરને લગતી દરેક બીમારીનું મૂળભૂત કારણ છે આપણું પેટ. મન ફાવે ત્યારે ગમે તે ખાવું, ગમે તેવું ખાવું અને ત્યાર બાદ પાચન શક્તિ મંદ હોવાના કારણે પેટની અંદર ખોરાક પડ્યો રહેવાથી તે જઠરમાં મળરૂપે એટલે કે બગાડ રૂપે થાય છે અને પરિણામે આપણને પેટની વિવ્ધ બીમારીઓનો સામનો કરવો પડે છે. કોઈ પણ મિટિંગ હોય કર પ્રસંગ હોય ત્યારે આપણે તૈયાર થઈને જઈએ છે અત્તર લગાડીએ છીએ અને લિપસ્ટિક લાલી કરીને શરીરને સુંદર રાખીએ છીએ જેથી કરીને આપણો સમાજ અને સામેવાળી વ્યક્તિ સામે મોભો પડે તો પછી આપણી અંદરના શરીરને શુશોભિત રહે તે કેમ નથી કરતા. આજે ૮૦-૮૫ % લોકો ફાસ્ટફૂડ અને મોડેથી જમવાનું પસંદ કરે છે પશ્ચિમી સંસ્કૃતિને અનુસરતા પ્લાન્ટ ( ઝાડવા ) નો ખોરાક કરતા પ્લાન્ટ (ફેક્ટરી) માં બનતો ખોરાક વધારે પસંદ કરીએ છીએ એટલે ટૂંકમાં કહીએ તો આપણે રસ ખાસ વાળા ખોરાક કરતા જીભના ચટાકા પોષાય તે ખોરાક વધુ પસંદ કરીએ છીએ જેના પરિણામે શાકભાજીના ઉણપ રહી ગયેલા પ્રોટીન, વિટામિન અને ગુણવત્તાને પુરી કરવા અપને વિટામિન, કેલ્શ્યમ અને પ્રોટીનના ટીકડા અને બાટલા પસંદ કરીએ છીએ. આમ તો અત્યારે કોઈજ વસ્તુ ૧૦૦ % શુદ્ધ મળતીજ નથી તેથી કરીને તમને કુદરતી ખોરાક દ્વારા મળતી સ્ફૂર્તિ અને તાજગી મળવાની જ નથી એના આમ પણ આપણે ઘરની જગ્યા પર બહારના ખોરાક રોગીને તેની ઉણપ વધારી દીધી છે. સૌ કોઈ સમજુ જ છે અને બધાને બધી ખબર પડે જ છે તેમ છતાં હું કહું ચુ તેની પાછળનું કારણ છે ” હેલ્થ ઇઝ વેલ્થ ” એટલે કે તમારી તંદુરસ્તતાજ તમારી સાચી સંપત્તિ છે તે તમે માનો કે ન માનો પણ આ વાત ૧૦૦% સાચી છે બાકી ૨૦૦૦ કરોડના માલિક હોવા છતાં તમે ૨ ટંક શાંતિથી જામી અને નિદ્રા ન કરી શકો તો તમારા જેવો દુનિયામાં ગરીબ કોઈજ નથી મૈન એવા ઘણા લોકો જોયા છે કે જે પેટ ભરવા માટે આંટા મારે છે અને અમુક પેટને પાલવ માટે આંટા મારે છે એટલે ભૂખ દૂર કરવા માટે શ્રમ કરે છે અને ભૂખ લગાડવા માટે શ્રમ કરે છે તો બસ પછી આજથીજ જોડાય જાવ પોતાના શરીરની સાફ સફાયના અભિયાનમાં અને કરો જયઘોષ કેમ કે આપણે લાબું જીવવા માટે અને દેશને પ્રગતિના પંથ પર લાવવા માટે પેહલા અપને સ્વચ્છ હશુ ત્યારેજ દેશને સ્વચ્છ અને સ્વસ્થ રાખી શકીશું તો પહેલું સુખ તે જાતે નર્યાનો ઉદેશ્ય સાથે ચાલો રાખીએ આપણા પરિવારને સ્વસ્થ અને પછી કરીએ દેશને સ્વચ્છ અટકીએ બનતા દુષ્ટબીન પેટને કેમ નહિ તો પેટ સાથે વેઠ અને શરીરમાં વધી જશે ફેટ જે લાવી દેશે આપણા જીવનમાં અડફેટે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleસાવરકુંડલા રામાનંદી સમાજનું ગૌરવ વધારતી કોમલ રામાનુજ