સર.ટી. હોસ્પિ. ‘સ્માર્ટ હોસ્પિટલ’ બનશે : વિભાવરીબેન

1716

ભાવનગરની સરકારી હોસ્પીટલ ખાતે ગુજરાત સરકારના મહિલા અને બાળકલ્યાણ રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષ સ્થાને સર. ટી. હોસ્પીટલને લગતા ગરીબ દર્દીઓના લોકપ્રશ્નો અંગેની એક બેઠક યોજાઇ હતી. તેમજ ’’મારી હોસ્પીટલ સ્માર્ટ હોસ્પીટલ’’ નવા વર્ષથી સર તખ્તસિંહજી હોસ્પીટલ(સર ટી. હોસ્પીટલ) બનવા જઇ રહી છે. જે અંગેના સ્માર્ટ હોસ્પીટલના વિવિધ કામોની કામગીરીનું મંત્રીશ્રી વિભાવરીબેન દવે દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.  ભાવનગર સર ટી. હોસ્પીટલ ’’સ્માર્ટ હોસ્પીટલ’’ બનશે તેમજ ’’સ્માર્ટ અને પેશન્ટ ફ્રેન્ડલી હોસ્પીટલ’’  જે ’’મારી હોસ્પીટલ સ્માર્ટ હોસ્પીટલ’’ના નામથી ઓળખાશે. જેમાં વિવિધ સરકારી સેવાઓ મંત્રી વિભાવરીબેન દવેના અથાગ પ્રયત્નો દ્વારા ભાવનગરની પ્રજાને મળશે. વિવિધ સેવાઓમાં સ્માર્ટ પેપર વિન્ડો બનશે જયાં હવે બધાએ લાઇનમાં ઉભા રહી કેસ પેપર કઢાવવા નહિ પડે પણ જેમ કોર્પોરેટ હોસ્પીટલોમાં હોય છે તેમ કેસ કઢાવવા માટે આવતા લોકોને ટોકન અપાશે. ખુરશી પર આરામથી બેસીને ટોકન નંબર આવે ત્યારે ટોકન નંબરની બારી ઉપરજ કેસ પેપર કાઢી અપાશે. તેમજ કેસ બારીની સંખ્યામાં પણ હવે વધારો કરવામાં આવેલ છે.

’’મારી હોસ્પીટલ સ્માર્ટ હોસ્પીટલ’’ નવા વર્ષથી સર ટી. હોસ્પીટલ સ્માર્ટ હોસ્પીટલ બનશે જેમા અનેક વિવિધ સરકારી સેવાઓ ગરીબ લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. જેમા ’’સ્માર્ટ કેસ પેપર બારી’’, ’’દર્દી મિત્ર/પેશન્ડ ગાઇડ/દર્દી સહાયક’’ જે લોકો આવનાર દર્દીને કામમાં મદદરૂપ બનશે. ’’ઓનલાઇન રીપોર્ટ’’ જેમા લેબ, એક્સરે કોઇપણ તપાસનો રીપોર્ટ ઓન લાઇન મળશે. ર્ડાકટરના વિભાગમાં કોમ્પયુટર પર અને ર્ડાકટરના મોબાઇલ નંબર પર ઇ-મેઇલથી મોકલી આપવામાં આવશે. ’’અદ્યતન બ્લક કલેક્શન સેન્ટર- વિસ્તૃતિકરણ’’ ’’ડાયાબીટીસ ટેસ્ટ ફ્રી દરેકને માટે ડાયાબીટીસ હાઇપરટેન્શનનું સ્પેશયલ કલીનીક ઓ.પી.ડી રૂમ નં. – ૬૪માં શરૂ કરવામાં આવેલ છે. ’’જેનરીક સ્ટોર’’ હોસ્પીટલની મધ્યમાં નવા બિલ્ડીંગની સામે શરૂ કરવામાં આવેલ છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, નવા વર્ષમાં આવનાર ટુંકાગાળામાં હાથ ધરાનારા કામોની વિગતો આપવામાં આવી હતી જેમા નવી મેન્ટલ હોસ્પીટલ બનાવવામાં આવશે જે અંદાજીત રૂપિયા સાત કરોડના ખર્ચે તૈયાર થનાર છે. ’’ સીએમએસઓ બિલ્ડીંગ નવો સેન્ટ્રલ મેડીકલ સ્ટોર્સ જે હાલમાં અમરેલી ખાતે છે હવે રૂવાપરી ખાતે સેન્ટ્રલ મેડીકલ સ્ટોર શરૂ કરવામાં આવનાર છે. જેનો અંદાજીત ખર્ચ રૂપિયા ૪.૮૧ કરોડ થનાર છે. તેમજ ટ્રોમાં સેન્ટર સંપુર્ણ પણે કાર્યરત કરવામાં આવનાર છે. જયા ૩૦ થી ૪૦ બેડ અને સર્જરીનું અદ્યતન ઓપરેશન થીયેટર પણ કાર્યરત થનાર છે. આ કાર્યક્રમમાં સર ટી. હોસ્પીટલના આરએમઓ સિંહા તેમજ અલગ અલગ વિભાગોના ર્ડાકટર અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleરાષ્ટ્રીય મતદાતા દિવસ મતદારોને પોતાની જવાબદારી યાદ કરાવે છે : કલેકટર પટેલ
Next articleઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડરના કલાકારો લોકસંસારની મુલાકાતે