દેશભરમાં ૭૦મા ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ

780

૭૦માં ગણતંત્ર દિવસની રાષ્ટ્રીય આનબાનશાન સાથે નવી દિલ્હીમાં ઉજવણી કરવામાં આવી છે. રાજપથ માર્ગ પર આ અવસરે યોજાએલી પરેડ નિહાળવી દરેક ભારતીય નાગરિક માટે અનોકું આકર્ષણ બની રહેતી હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરેડ દરમિયાન આકર્ષક ટેબ્લો અને સૈન્યની વિવિધ પાંખની સલામી માર્ચપાસ્ટના ભવ્ય કાર્યક્રમ યોજાયાં હતાં. કાર્યક્રમના શુભારંભે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રિરંગો ફરકાવ્યો હતો અને રાષ્ટ્રધ્વજને સલામી અર્પી હતી. રાષ્ટ્રપતિને ૨૧ તોપોની સલામી આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજના દિવસના મુખ્ય મહેમાન સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામ્ફોસા સાથે આ અવસરને શૌભાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પહેલાં ગણંતંત્ર દિવસ નિમિત્તે અમર જ્યોતિ જવાન સ્મારક ઉપર જઈને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

 

Previous articleતા.૨૮-૦૧-ર૦૧૯ થી ૦૩-૦૨-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે