સાંજણસાર ગામની પ્રાથમિક શાળાના રૂમોના બાંધકામ માટે ગામજનો દ્વારા રૂા. ૪,૯૮,૭૮૬ રૂપિયાનો લોક ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો. શાળાના બાળકોના અભ્યાસ તેમજ શાળાની જરૂરિયાત પુરી કરવા સમગ્ર ગ્રામજનો તથા શાળાના શિક્ષકો દ્વારા આશરે પાંચ લાખ રૂપિયાની દાન રાશિ એકત્ર કરવામાં આવી હતી. સાંજણસાર ગામ ખાતે રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની પુર્વ સંધ્યાએ પ્રાથમિક શાળા ખાતે આજકી શા મ શાળા વિકાસ કે નામ નામનો રંગરંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાજર સૌ ગ્રામજનોએ આટલી ધનરાશિ શાળા વીકાસ માટે વરસાવી હતી.