હાદાનગર પ્રાથમીક શાળામાં શહેર કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી

1137

ભાવનગર શહેર કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી શિક્ષણ સમિતિ સંચાલિત હાદાનગર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી જેમાં મેયર મનહરભાઈ મોરીના હસ્તે ધ્વજવંદન કરી સલામી આપી હતી.

શિક્ષણ સમિતિ સંચાલિત મહાત્માગાંધી પ્રાથમિક શાળા હાદાનગર ખાતે ૭૦માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મેયર મનહરભાઈ મોરીએ ત્રિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યુ હતું. આ પ્રસંગે રાષ્ટ્રગાન સાથે ધ્વજને સલામી અપાઈ હતી.

આ પ્રસંગે શિક્ષણ સમિતિની શાળા બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકોએ વિવિધ કૃતિઓ રજુ કરી હતી. આ પ્રસંગે સ્વાંત્ર્ય સેનાનીઓનું સન્માન કરાયુ હતું. જ્યારે મેયરે નગરજનોને પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર અશોક બારૈયા, ચેરમેન યુવરાજસિંહ, નેતા પરેશ પંડ્યા, વિપક્ષનેતા જયદપસિંહ, કોર્પોરેટરો તેમજ કમિશ્નર ગાંધી સહિત અધિકારીઓ અને નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleભાવ. યુનિવર્સિટી દ્વારા ૭૦માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ
Next articleવીર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી