લોકસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. આગામી લોકસભાની ચૂંટણીની જાહેરાત ફેબ્રુઆરીના અંત ભાગમાં અથવા તો માર્ચ મહિનાના પ્રથમ વીકમાં કરવામાં આવશે.
તેવું અનુમાન લગાવાતું હતુ. જે હવે સાચું પડી રહ્યું છે કેમ કે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત સરકારને એટલે કે મુખ્ય સચિવ અને રાજ્યના પોલીસ વડાને સત્તાવાર રીતે એક પત્ર લખ્યો છે.
આ પત્રમાં જણાવ્યું છે કે સનદી અધિકારીઓ સહિતના રાજ્યના વહીવટી તંત્રમાં જે કોઈ બદલી કરવાની હોય તેવી તમામ પ્રકારની બદલ્યો ૨૮મી ફેબ્રુઆરી પહેલા કરી લેવાની રહેશે ત્યાર પછી બદલીઓ થઇ શકશે નહીં.
આ પત્રને પગલે હવે એ બાબત નિશ્ચિત થઈ ગઈ છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત ૨૫ ફેબ્રુઆરી પછી ગમે તે સમયે થઈ શકે છે. આ પત્રને પગલે હવે આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા વિભાગોમાં બદલીઓનો દોર ચાલુ થઇ જશે.