મહુવા સ્થિત રોઝ એ મઅસુમીનમાં હુસૈની યુથ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી

833

ર૬ જાન્યુઆરીના રોજ મહુવા સ્થિત નજફ સોસાયટીમાં ૭૦માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હુસૈની યુથ દ્વારા યોજાયેલ આ પ્રોગ્રામમાં વધારે સંખ્યામાં લોકો જોડાયા. કાર્યક્રમની શરૂઆત કુરઆન મસ્જીદની આયાતોથી કરવામાં આવી. ત્યારબાદ મોલાના મોહમ્મદ અબ્બાસ સાહેબ (પ્રિન્સીપાલ મુકતાબે હુસૈની-મહુવા) દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. મુકતાબે હુસૈનીના બચ્ચાઓ દ્વારા રાષ્ટ્રગીત તથા દેશભક્તિના તારાના લોકો સમક્ષ રજૂ કર્યા.

મૌલાનાએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે, ૧પ ઓગષ્ટ, ૧૯૪૭માં આપનો દેશ આઝાદ થયો અને સને ૧૯૪૯ સુધીમાં આપણા દેશનું સંવિધાન તૈયાર થયું અને ર૬ જાન્યુઆરી, ૧૯પ૦થી સંવિધાન લાગુ કરવામાં આવ્યું.  આપણા દેશનું સંવિધા ચાર સ્તંભ પર છે. ન્યાય (ઈન્સાફ), સામ્યતા (બરાબરી), આઝાદી અને ભાઈચારો આ સંવિધાનમાં મઝહબી ભેદભાવ, રંગ, નસલ અથવા જાત-પાતને કોઈ જગ્યા નથી. આપણા સંવિધાનમાં હર ઈન્સાન બરાબર છે. જ્યાં સુધી આ કાનુન છે ત્યાં સુધી આપણા અધિકાર સુરક્ષિત છે. રાજકારણમાં પાર્ટી બદલાતી રહેશે. ક્યારેક તેઓ દબાવશે ક્યારેક ઉભારશે પણ આ કાનૂન આપણા હક્ક (અધિકાર)ની હિફાઝત કરશે. આપણે પણ દેશના કાનુનોની ઈજ્જત કરવી જોઈએ. મઝહબ, ઝબાન, રંગ, નસલ જેવા ભેદભાવોને છોડી દેશની તરક્કી માટે કામ કરવું જોઈએ.

Previous articleવલ્લભીપુરની ગંભીરસિંહજી હાઈ.માં પ્રજાસત્તાક પર્વની થયેલી ઉજવણી
Next articleબરવાળા નગરપાલિકાનો ‘ટુ-સ્ટાર રેટિંગ’ માં સમાવેશ