સિહોરની વિદ્યામંજરી જ્ઞાનપીઠમાં પ્રજાસત્તાક પર્વની થયેલી ઉજવણી

602

સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કુલ-સિહોર ખાતે ૭૦માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. શાળાની પરંપરા મુજબ વર્ષ ર૦૧૭-૧૮ દરમિયાન ધોરણ-૧ર (સામાન્ય પ્રવાહ)માં શાળા/કેન્દ્રમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીની દવે દ્રષ્ટીબેન દિનેશભાઈના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષકો દ્વારા પરેડ, દેશભક્તિ ગીત, નાટક, યોગા, નૃત્ય જેવી અનેક સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી. મેનેજીંગ ટ્રસ્ટી, સંચાલક, આચાર્ય, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય અપાયા હતા તથા કોઈને કોઈ ક્ષેત્રમાં સિધ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને ઈનામ/પ્રમાણપત્ર/શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleએચઆઈએમ ઝકરીયા સ્કુલનો વાર્ષિક સ્પોર્ટસ ડે ઉજવણી કરાઈ
Next articleલાખણકા પ્રા. શાળાનો સ્થાપના દિન