જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ સંચાલિત પારેખ અને મહેતા હાઈસ્કુલ તથા એન.કે.સી.મોદી ઉચ્ચત્તર માધ્યમિક શાળા, કિરીટભાઈ પ્રભુદાસ મહેતા માધ્યમિક વિદ્યાલય પ્ર.પૂ.પ્રે. ડાંડિયા મિડલ સ્કુલ અને ટી.જી.સંઘવી અને જી.ડી. સંઘવી પ્રાથમિક શાળા અને ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ. પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ૭૦માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી થયેલ જેમાં કેમ્પસની ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ. પ્રાથમિક શાળા અને પ્ર.પૂ.પ્રે.ડાંડિયા મિડલ સ્કુલના બાળકો દ્વારા દેશભક્તિને લગતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. ધો. ૧૨ની બોર્ડની માર્ચ ૨૦૧૮ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં કેન્દ્ર પ્રથમ આવનાર કાજલબેન છનાભાઈ શિયાળાના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થનાર તમામ બાળકોને ઈનામ આપી પુરસ્કૃત કરવામાં આવેલ કેમ્પસના નિયામક ઠાકોરદાસ રામાનંદી, અશોકભાઈ પ્રજાપતિ, કેમ્પસની તમામ શાળાના આચાર્ય સારસ્વત ગણ અને વિદ્યાર્થી ભાઈઓ-બહેનોની બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન શેખ અલ્વિનાબેનના માર્ગદર્શન હેઠળ ચૌહાણ કેવલ અને વાઘેલા ક્રિશ દ્વારા થયેલ.