કે.વ.શાળા નં.૧ વલ્લભીપુરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ બાળકોએ નાટક, અભિનયગીત, પીરામીડ રજુ કરી ગ્રામજનોમાં દિલ ખુશ કરી દીધેલ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ સુતરીયા કુશ ભાવેશભાઈને અર્પણ કરવામાં આવેલ રાજ્યકક્ષાએ દોડમાં ચોથો નંબર પ્રાપ્ત કરનાર મીઠાપરા ગૌતમનું સન્માન કરવામાં આવેલ.
બાળકોને પ્રોત્સાહિત કરવામાં કોંગ્રેસ આગેવાનો ભાજપ આગેેવાનો, એચ.એમ.સી. અધ્યક્ષ, સદસ્ય, નગરપાલિકા પ્રમુખ વલ્લભીપુર, વલ્લભભાઈ કામ્બડ, ભારતીબેન શિયાળ, ડો. ધીરૂભાઈ શિયાળે પ્રોત્સાહક હાજરી આપેલ.
સમગ્ર કાર્યક્રમને નિહાળવા બહોળી સંખ્યામાં બાળકો વાલીઓ, ગ્રામજનો જોડાયેલ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ઉત્સાહી આચાર્ય હેમરાજભાઈ ચૌહાણ, રાજ્યપાલસિંહ ગોહિલ હસમુખભાઈ મેર તથા નરેન્દ્રભાઈ પરમારે ભારે જહેમત ઉઠાવેલ.