જાફરાબાદના નાગેશ્રી ખાતે કાઠી ક્ષત્રિય યુવાનને રીક્ષાને કુતરૂ આડુ પડતા રીક્ષામાંથી ફગોળાઈ રોડ પર પડતા માથાના ભાગે ગંભીર ઈજા થતા કાનાબારની એમ્બ્યુલન્સમા મહુવા જતા રસ્તામા જ પ્રાણ પંખેરૂ ઉડી જતા મોત નિપજેલ નાના એવા નાગેશ્રી ગામમાં શોકનો માહોલ છવાયો રાજુલા ખાતે પીએમ માટે લવાયા હતા. જાફરાબાદના નાગેશ્રી ખાતે કાઠી ક્ષત્રિય કનુભાઈ અમરૂભાઈ બોરીચાને રીક્ષામાં બેઠેલ હોય તે રીક્ષાને ઓચીંતા કુતરૂ આડુ પડતા મોટો અકસ્માત ટાળવા કાવુ ખવડાવતા રિક્ષામા બેઠેલ કનુભાઈ અમરૂભાઈ બોરીચા કાઢી ક્ષત્રીય ફગોળાઈ જતા રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા થતા તાત્કાલીક એણ્પ્યુલન્સમા મહુવા કે પછી ભાવનગર લઈ જતા રસ્તામા વિકટર આજુબાજુમા જ કનુભાઈનુ પ્રાણ પંખેરૂ ઉડી જતા તેનું પીએમ કરવા રાજુલા હોસ્પિટલ ખાતે લવાયા નાગેશ્રી ગામના આખાય ગામમાં શોકનો માહોલ છવાયો નાગેશ્રી પોલીસ મથકના પી.એસ.આઈ. મુળીયા દ્વારા ઘટનાની સ્થળે જઈ તપાસ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ.