કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી

1180

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે જામનગરની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ના પાડી છે. આ મામલે તેમણે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ તથા પ્રમુખ અમિત ચાવડા સાથે ચર્ચા કરી હતી. અંગત કારણોસર ચૂંટણી નહીં લડવા માટેની જાહેરાત કરી હતી. તેમજ અન્ય ઉમેદવારને જામનગરમાં તક મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીને લઈને પ્રભારી સાતવ છેલ્લા બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે. તેમણે લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો સાથે બેઠક યોજી હતી. પરંતુ હજુ સુધી લોકસભાની બે બેઠકો માટેની પેનલ તૈયાર થઇ શકી ન હોવાથી હિમ્મતસિંહને જૂની વાતો ભૂલી જવા માટે સૂચન કર્યુ હતુ. ચીમકી આપતા જણાવ્યુ હતું કે તમારા આતંરિક વિવાદથી મારે કોઇ મતલબ નથી. મારે તો લોકસભામાં પરિણામ જોઇએ. માટે વિવાદ ખતમ કરી લોકસભાની બેઠકો માટે નામ આપો.

Previous articleગાંધીનગરમાં ૧૪ ખાનગી શાળાના બાળકોની સ્કૂલ બેગ નિયત માત્રાથી ભારે
Next articleગુજરાતનો દરિયો તોફાની  બનવાની હવામાન ખાતાની ચેતવણી જાહેર થઈ