રાજુલાના કોવાયા ગામમાં આહીર યુવક મંડળ દ્વારા ગામ સમસ્ત સમુહ લગ્ન યોજાયા હતાં. જેમાં ૩૦ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડયા હતાં આ તકે સમાજને એક થવા હાંકલ આગેવાનોએ કરી હતી.
આ ભવ્ય સમુહલગ્નોત્સવમાં ખાસ ઉપસ્થીત સંતો મહંતો રાજકીય આગેવાનોમાં ધારાસભ્ય અંબરીષભાઈ ડેર, બાધાભાઈ લાખણોત્રા, આહીર સમાજ અગ્રણી મીઠાભાઈ લાખણોત્રા માજી તાલુકા પ્રમુખ બાબુભાઈ રામ આહીર સમાજ અગ્રણી, ગામના સરપંચ, આહિર યુવક મંડળ કોવાયા, રામ લખનની જોડ રામભાઈ વાધ, લખમણભાઈ વાઘ, બાઉભાઈ સરપંચ ભેરાઈ, સનાભાઈ સરપંચ રામપરા સહિત તામ ગામોના આહીર સમાજ આગેવાનો રાજકીય આગેવાનોની હાજરીમાં સંતો મહંતોએ એ સમાજના કહેવાતા આગેવાનો ખોટી દેખા દેખો છોડી દઈ ખોટા ખર્ચાઓ છોડી આવા ભવ્ય લગ્નોત્સવના આયોજન દર વર્ષે કરી દિકરીયોના માવતર બની કન્યા દાનો આપી દિકરીયોના આશીર્વાદ મેળવો અને દ્વારકાધીશ આહીર સમાજની દેગે અને તેગે સાદરકરો ત્યા ઉભો રહેશે તેમ અંતમાં જણાવેલ.